શું સફેદ વાળ તોડવાથી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે? જાણો હકીકત
Image Source: Freepik
અમદાવાદ, તા. 27 જાન્યુઆરી 2024 શનિવાર
કહેવાય છે કે દરેક બાબતનો એક યોગ્ય સમય હોય છે. નાની ઉંમરમાં માથા પર દેખાતા સફેદ વાળ આંખમાં ખટકવા લાગે છે. સફેદ વાળ દેખાતા જ મોટાભાગના લોકો તેને સંતાડવાનો પ્રયત્ન કરે છે નહીંતર તેને તોડી દે છે. રસપ્રદ વાત એ છે કે ઘણી વખત આપણે આપણી આસપાસ સફેદ વાળ સાથે જોડાયેલી વાતો સાંભળીએ છીએ કે સફેદ વાળને તોડવા ન જોઈએ નહીંતર અન્ય વાળ પણ ઝડપથી સફેદ થવા લાગશે. ડોક્ટર અનુસાર નાની ઉંમરે વાળ સફેદ થવા પાછળ લાઈફસ્ટાઈલ, પેટ, ખરાબ ખાણીપીણી કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર સ્કેલ્પમાં હેર ફોલિકલ્સ હોય છે અને વાળ આ જ હેર ફોલિકલ્સની અંદર ગ્રો કરે છે. હેર ફોલિકલની આસપાસ મેલેનોસાઈડ્સ હોય છે. જે મેલેનિન બનાવે છે. આ મેલેનિન જ છે જે વાળને નેચરલ રીતે કાળા રાખે છે પરંતુ જ્યારે આ મેલેનિનનું બનવાનું ઓછુ થઈ જાય છે તો આ પોતાનો નેચરલ કલર ગુમાવી દે છે. જેના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે વધતી ઉંમર, ખોટી ખાણીપીણી, સ્ટ્રેસ, કેમિકલનો વધુ ઉપયોગ, જેનેટિક એક વખત પિગમેંટેશન ખતમ થઈ જાય છે તો બીજીવખત કાળા પણ થતા નથી.
શું એક સફેદ વાળ તોડવાથી અન્ય કાળા વાળ પણ સફેદ થઈ જાય છે?
ડર્મટોલોજિસ્ટ અનુસાર આવુ કંઈ હોતુ નથી કે તમે એક સફેદ વાળ તોડશો તો કાળા વાળ પણ સફેદ થઈ જશે. આ સંપૂર્ણપણે માન્યતા છે કે એક વાળ તોડવાથી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગનું ખાસ કેમિકલ મેલેનિન હોય છે. આ ઓછુ થવાથી વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે કાળા વાળ સફેદ થવા લાગે છે. મેલેનિન ઓછુ થવા પાછળ ઘણા કારણ હોય છે. એક સફેદ વાળ તૂટવાથી મેલેનિન પર કોઈ ફરક પડતો નથી. એક સફેદ વાળ તોડવાથી તેની જગ્યાએ બીજા સફેદ વાળ થઈ જાય છે. ફોલિકલથી એક જ વાળ હોય છે. જ્યાં સુધી પિગમેન્ટ સેલ મરી જતા નથી ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.