શું તમને પણ સવારે વહેલા ઉઠવામાં પડે છે તકલીફ, તો અપનાવો આ સરળ ટિપ્સ
Image Source: Freepik
અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2024 બુધવાર
હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવા માટે એક ફિક્સ સ્લીપ શેડ્યૂલ હોવો ખૂબ જરૂરી છે. જોકે, અત્યારે ઝડપથી બદલાઈ રહેલી જીવનશૈલીના કારણે લોકોની રહેણીકરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે જેના કારણે ઘણી વખત રાત્રે સૂવા અને સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડે છે. જીવનની ઘણી તકલીફો સવારે વહેલા ઉઠવાથી ઉકેલાઈ શકે છે. જોકે, ઘણા લોકો માટે સવારે વહેલા ઉઠવુ પણ એક મોટો ટાસ્ક હોય છે.
માનસિક અને શારીરિક રીતે પોતાને સ્વસ્થ રાખવા માટે સવારે ઉઠવુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સવારે વહેલા ઉઠવાના ઘણા ફાયદા હોય છે. તેનાથી તમે પોતાના માટે સમય કાઢી શકો છો પરંતુ ઘણી વખત ઘણા લોકોની એ સમસ્યા હોય છે કે તે ઈચ્છે તો પણ સવારે જલ્દી ઉઠી શકતા નથી.
સવારે વહેલા ઉઠવા માટે અપનાવો આ ટિપ્સ
- સવારે વહેલા ઉઠવાનો એવો ટાઈમ નક્કી કરો જ્યારે તમે ખરેખર ઉઠવામાં સક્ષમ હોવ. એવો કાલ્પનિક સમય ન પસંદ કરો જ્યારે તમે બિલકુલ ઉઠી શકતા નથી. રાત્રે પહેલા વહેલા સૂવાનો પ્રયત્ન કરો. એલાર્મ સેટ કરો અને 7થી 8 કલાક સૂવાનો ટાર્ગેટ બનાવો.
- સ્નૂઝ બટન દબાવવાની ટેવ પર નિયંત્રણ રાખો. એલાર્મ ક્લોકને બેડથી દૂર રાખવાની ટેવ પાડો. તેનાથી તમે મજબૂરીમાં ઉઠીને એલાર્મ બંધ કરશો અને પથારી છોડવાની આળસને દૂર કરી શકશો.
- બહુ લાંબા-મોટા લક્ષ્ય ન રાખો. નાના-નાના લક્ષ્ય નક્કી કરો. જેને તમે પૂરા કરી શકો.
- સવારનું રૂટીન સેટ કરો. એક રાત પહેલા ટુ ડૂ લિસ્ટ તૈયાર કરો. તેનાથી આગલી સવારે ઉઠીને તમને દિશાહીન અનુભવ થશે નહીં. ટૂ ડુ લિસ્ટમાંથી પોતાના નાના-નાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું શરૂ કરો.
- સવારના કાર્ય મનોરંજક હોય જેનાથી તમને ઉઠવાની ઈચ્છા થાય.
- પોતાનું નાઈટ રૂટીન પણ બનાવો. તેનાથી તમારી સ્લીપ સાઈકલ ખૂબ અસર થવાની છે.
- રાત્રે સૂવાના બે કલાક પહેલા કોઈ પણ કેફીન કે ચા નું સેવન ન કરો. તેનાથી ઊંઘ આવતી નથી જેના કારણે તમારુ રૂટીન પ્રભાવિત થઈ શકે છે. અનહેલ્ધી ખાણીપીણી ન કરો. તેનાથી પણ ઊંઘ પ્રભાવિત થાય છે.
- લગભગ 60 દિવસ સુધી એક જ કામ કરવાથી તે કામની આદત પડી જાય છે. તેથી ગભરાશો નહીં.
- શક્ય છે કે કોઈ દિવસ સવારે ઉઠવાનું બિલકુલ પણ મન ન થાય. દરમિયાન પોતાના મન પર નિયંત્રણ રાખો અને તેની પર કાબૂ મેળવો. પોતાને ખેંચીને ઉઠાડો અને પોતાને એ વાતનો વિશ્વાસ અપાવો કે આ કાર્ય તમે એક સેલ્ફ કેર તરીકે કરી રહ્યા છો. જેનાથી માત્રને માત્ર તમને જ ફાયદો થવાનો છે.
- જ્યારે તમને સવારે ઉઠવાના કારણે પોતાના આરોગ્યમાં ફેરફાર જોવા મળશે તો તમે પોતે પ્રેરિત થઈને સવારે વહેલા ઉઠશો. એક મોટિવેશન ખૂબ જરૂરી છે.