Get The App

સવારે ઊઠતાં જ કરો આ એક યોગાસન, પેટ પર જામેલી ચરબી ફટાફટ થઈ જશે ગાયબ

Updated: Mar 7th, 2025


Google News
Google News
સવારે ઊઠતાં જ કરો આ એક યોગાસન, પેટ પર જામેલી ચરબી ફટાફટ થઈ જશે ગાયબ 1 - image


Image: Freepik

Yoga Asanas For Belly Fat: યુવાનોથી લઈને ઉંમર લાયક લોકો સુધી તમામમાં આજના સમયે પેટ પર વધતી ચરબી એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પેટ પર જમા ચરબી એટલે કે બેલી ફેટ તમારી ન માત્ર હેલ્થને ખરાબ કરે છે પરંતુ તેનાથી ઘણા પ્રકારની બીમારી હોવાનું પણ જોખમ રહે છે.

પેટ પર ચરબી શા માટે જમા થાય છે?

પેટ પર ચરબી જમા થવાનું મુખ્ય કારણ ખોટી ખાણીપીણી અને શારીરિક પ્રવૃત્તિઓની અછત હોવાનું છે. તેની પાછળ આજના સમયમાં વધતો તણાવ અને ખરાબ જીવનશૈલી પણ હોય છે. ઘણા લોકો તો વધુ જંક ફૂડ ખાય છે, જેના કારણે પેટ પર ચરબી જમા થવા લાગે છે. જોકે, પેટ પર ચરબીનું જમા થવાનું કારણ તણાવ અને ખરાબ ઊંઘ પણ હોઈ શકે છે.

પેટની ચરબીને ઓછી કરવા માટે બેસ્ટ એક્સરસાઈઝ

પેટની ચરબીને ઓછી કરવા માટે તમે પ્લેન્ક એક્સરસાઈઝ કરી શકો છો. આ તમારી કોર મસલ્સને મજબૂત કરે છે અને પેટની માંસપેશીઓને ટાઈટ કરે છે. તેને કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જેનાથી ફેટ લોસ ખૂબ ઝડપથી થાય છે. યોગ્ય રીતે પ્લેન્ક કરવાથી કરોડરજ્જુના હાડકાં અને પેટના નજીકની મસલ્સ મજબૂત થાય છે.

આ પણ વાંચો: મોર્નિંગ કે ઇવનિંગ વોકઃ ઝડપી વજન ઘટાડવા માટે શું છે વધુ ફાયદાકારક?

પ્લેન્ક એક્સરસાઈઝ કેવી રીતે કરવી?

પ્લેન્ક એક્સરસાઈઝ કરવા માટે તમે સૌથી પહેલા એક સમતળ સ્થાન પર યોગ મેટ પાથરો. હવે તમે પેટના બળે સૂઈ જાવ. તે બાદ તમે પોતાની કોણીને ખભાની ઠીક નીચે રાખો. હવે તમે પોતાના શરીરને જમીનથી ઉપર ઉઠાવો અને શરીરને કોણીઓ અને પગના પંજા પર સંતુલિત કરો. આ દરમિયાન પેટની માંસપેશીઓને ટાઈટ રાખો અને શ્વાસ લેતા રહો. તમે શરૂઆતમાં આ પોઝિશનમાં 20થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો છો. તે બાદ તમે આને ધીમે-ધીમે એકથી બે મિનિટ સુધી વધારો.

બેલી ફેટ ઘટાડવા માટે શું કરવું?

બેલી ફેટને ઘટાડવા માટે તમે માત્ર આ એક એક્સરસાઈઝ પ્લેન્ક પર જ નિર્ભર ન રહો. આ સિવાય તમે પોતાની ડાયટ પર ધ્યાન આપી શકો છો અને જંક ફૂડથી દૂર રહી શકો છો. ભોજનમાં હેલ્ધી ફૂડને સામેલ કરો અને શુગર અને પ્રોસેસ્ડ ફૂડથી બચો. બેલી ફેટથી બચવા માટે તમે પોતાની લાઈફ સ્ટાઈલમાં પણ પરિવર્તન કરી શકો છો.

Tags :
LifestyleMorningYoga-AsanasBelly-Fat

Google News
Google News