ચહેરા પર ભૂલથી પણ લગાવશો નહીં રસોડામાં રહેલી આ વસ્તુઓ, ચહેરો થઇ જશે ખરાબ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ચહેરા પર ભૂલથી પણ લગાવશો નહીં રસોડામાં રહેલી આ વસ્તુઓ, ચહેરો થઇ જશે ખરાબ 1 - image


Image: Freepik 

તમારી સ્કિનની કેર યોગ્ય રીતે કરવી ખૂબ જરૂરી છે. આજકાલ લોકો ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ઘણા લોકો ઘરેલું ઉપચાર પણ અજમાવતા હોય છે. સ્કિનની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો ખીલ તેમજ કાળા ડાઘથી લઇને બીજી અનેક સમસ્યાઓ થતી હોય છે.  

ઘણા લોકો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ઘરેલું ઉપચાર જોઇને ચહેરા પર એપ્લાઇ કરી દે છે. ઘણી વખત, તેમના ઉપયોગ પછી નુકસાનકારક પરિણામો પણ જોવા મળ્યા છે. બધાની સ્કિન એક સરખી એક જેવી નતી હોતી તેથી બધાજ પ્રોડક્ટ અને વસ્તુઓની અસર પણ ફેસ પર અલગ અલગ થાય છે. આવી સ્થિતિમાં જાણી લો કે, કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો છે જેને ભૂલથી પણ ત્વચા પર ન અજમાવવા જોઈએ.

1.ટૈનવાળી ત્વચા પર ચણાનો લોટ ન લગાવો

ટૈન ત્વચા પર ક્યારેય ચણાના લોટથી સ્ક્રબ કરવુ જોઇએ નહીં. ચણાનો લોટ ત્વચાને ઇરીટેટ પણ કરી શકે છે. ટૈનવાણી ત્વચા પર ચણાના લોટને બદલે ટામેટાંનો ઉપયોગ કરી શકો છો. નિષ્ણાતોના મતે ટામેટાંમાં લાઈકોપીન જોવા મળે છે જે એન્ટીઓક્સીડેન્ટ છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચાની બળતરા ઓછી થાય છે.

2. વોલનટ સ્ક્રબ 

જો તમારી ત્વચા સંવેદનશીલ અને ખંજવાળવાળી છે તો ક્યારેય અખરોટનું સ્ક્રબ ફેસ પર ન લગાવવુ જોઇએ.ત્વચાના એક્સ્ફોલિયેશન માટે ચહેરા પર અખરોટનું સ્ક્રબ વારંવાર ન લગાવવું જોઈએ. આ ચહેરાનું મોડરેશન બગાડી શકે છે. તેના કણો ત્વચા માટે ખૂબ જ સખત હોય છે. તેથી તેનો ઉપયોગ ચહેરો સાફ કરવા માટે ન કરવો જોઈએ. તેમાં લેક્ટિક એસિડ જોવા મળે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતોના મતે અખરોટના સ્ક્રબને બદલે દહીંનો ઉપયોગ કરી શકાય છે. 

3. લીંબુ અને નારંગીનો ઉપયોગ

ત્વચાને ચમકાવવા માટે લીંબુ કે નારંગીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. બંને ત્વચા પર ગંભીર જલન પેદા કરી શકે છે. લીંબુ લાઇટ સેંસિટિવિટીને વધારવાનું કામ કરે છે અને જ્યારે તે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે તે ત્વચાને કાળી પણ બનાવી શકે છે. ચહેરાની ચમક વધારવા માટે, નિઆસીનમાઇડ અથવા વિટામિન સી સીરમનો ઉપયોગ કરવો જોઈએ. આ બળતરા પેદા કર્યા વિના ત્વચાના રંગને સુધારી શકે છે.


Google NewsGoogle News