દિવાળી પર જૂની બનારસી સાડીમાંથી બનાવો સુંદર ડ્રેસ, જુઓ વિવિધ ડિઝાઇનના આઈડિયા
Old Banarasi Saree Reuse Ideas: દિવાળીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દિવાળીનો તહેવાર ઘરની સફાઈ, શણગાર અને નવા કપડાની ખુશી સાથે આવે છે. દર વર્ષે આ દિવસ માટે કેટલાક ખાસ કપડાં ખરીદવામાં આવે છે. એવા જો તમે કંઇક અલગ પહેરવા માંગતા હોય તો તમે પણ તમારી જૂની સાડીઓનો ફરી ઉપયોગ કરી શકો છે. તમે તમારી જૂની બનારસી સાડીમાંથી આવા ડિઝાઈનના ડ્રેસ બનાવી શકો છો. એવામાં બોલિવૂડ અભિનેત્રીના ડ્રેસના વિવિધ ઓપ્શન્સ જોઈએ.
દિવાળી પર ઘણી છોકરીઓ ચણિયાચોળી પહેરવાનું પસંદ કરે છે. એવામાં તમે જ્હાન્વી કપૂરના આ લુક પરથી આઈડિયા લઈ શકો છો. તમે બનારસી સાડીમાંથી ચણિયો પણ બનાવી શકો છો અને તેની સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો લઈ શકાય છે. બનારસી સાડીમાંથી બનાવેલ ચણિયાચોળી ખૂબ જ સુંદર લાગશે.
લીલા રંગના આ લોંગ ડ્રેસમાં માધુરી દીક્ષિત ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે. તમે દિવાળી પર અભિનેત્રીનો આ લૂક રિક્રિએટ કરી શકો છો. તમે તમારી જૂની બનારસી સાડીમાંથી પણ આવા સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો. ઉપરાંત, તમે ગોટા પટ્ટીની લેસ ડ્રેસના હેમ, ગરદન અને સ્લીવ્ઝ પર લગાવીને ડ્રેસને વધુ સુંદર બનાવી શકો છો.
મૃણાલ ઠાકુરનો આ સૂટ લૂક પણ રિક્રિએટ કરી શકાય તેવો છે. એક્ટ્રેસે બનારસી શરારા સૂટ પહેર્યું છે અને તેની સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો સ્ટાઈલ કરવામાં આવ્યો છે. તમે તમારી જૂની બનારસી સાડીમાંથી શરારા સૂટ પણ બનાવી શકો છો અને તેની સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો સ્ટાઈલ કરી શકો છો.
અદિતિ રાવ હૈદરીએ ગુલાબી રંગનો બનારસી સ્ટાઈલનો શરારા સૂટ પહેર્યું છે. સાથે સિલ્કમાં સિમ્પલ ગુલાબી રંગનો દુપટ્ટો પણ રાખ્યો છે. તમે પણ દિવાળી પર તમારી બનારસી સાડીમાંથી શરારા સૂટ બનાવી તેની સાથે સિમ્પલ દુપટ્ટો સ્ટાઈલ કરી શકો છો.
કરિશ્મા કપૂરના આ સ્ટાઇલિશ અને યુનિક લૂક પરથી તમે આઈડિયા લઈ શકો છો. બનારસી સાડીમાંથી આવા સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો. દિવાળી પર આવા ડ્રેસ સ્ટાઇલિશ હોવાની સાથે આરામદાયક પણ રહેશે.