ડાયાબિટીસના દર્દી નવરાત્રીમાં ઉપવાસ રાખે તો શું ખાવું શું નહીં? આ ફળાહાર રહેશે શ્રેષ્ઠ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસના દર્દી નવરાત્રીમાં ઉપવાસ રાખે તો શું ખાવું શું નહીં? આ ફળાહાર રહેશે શ્રેષ્ઠ 1 - image

Image:freepik

નવી દિલ્હી,તા. 16 ઓક્ટોબર 2023,સોમવાર   

દેશભરમાં શારદીય નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીના 9 દિવસનું ખૂબ મહત્વ છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે રમે છે. ભક્તો પણ ભક્તીમાં લીન થઇ જાય છે.

નવરાત્રીમાં લોકો વ્રત પણ રાખતા હોય છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપવાસ થોડો મુશ્કેલીકારક છે.  કારણ કે, કેટલાક ફળ એવા છે જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે. આવી સ્થિતિમાં, સૌથી મોટી ચિંતા એ છે કે, ડાયાબિટીસ ના દર્દીઓએ આહારમાં શું ખાવું જોઇએ.  

કેળા નહીં સફરજન ખાઓ

કેળા એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવતું નથી. તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ દરમિયાન કેળાને બદલે સફરજનનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે.

ચીકુ નહીં પણ જામફળ ખાવ

જામફળમાં કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન બી1, બી2, બી3, બી5, બી6, બી9, વિટામિન સી, ફોસ્ફરસ જેવા પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે. આ સિવાય પણ જામફળ ખાવાના અઢળક લાભ છે.

ચીકુએ હાઇ સુગરવાળુ ફળ છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ નવરાત્રિના ઉપવાસ દરમિયાન ન ખાવુ જોઇએ. આ ફળના વધુ પડતા સેવનથી બ્લડ સુગર વધી શકે છે. 

લીચીને બદલે પપૈયાનું સેવન કરો

લીચીમાં ખાંડનું પ્રમાણ પણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ નવરાત્રિના ઉપવાસ દરમિયાન ન ખાવા જોઇએ. આ ફળ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. પપૈયા ડાયાબિટીસ સંબંધિત ઘણી સમસ્યાઓના જોખમને ઘટાડી શકે છે તેથી પપૈયુ ખાવુ યોગ્ય રહેશે.

અનાનસ ખાવાનું ટાળવું 

પિઅરને ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. ડાયાબિટીસના દર્દીઓએ ઉપવાસ દરમિયાન અનાનસ ખાવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલી શુગર સમસ્યાનું કારણ બની શકે છે. તેના બદલે, પિઅર ખાવાને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે.  

ચેરીને બદલે નારંગી ખાઓ

ચેરી પણ હાઇ સુગર ફ્રુટ છે, જેનું સેવન લોહીમાં શર્કરાનું સ્તર વધારી શકે છે. નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. નારંગીમાં પણ વધુ માત્રામાં પાણી હોય છે. તેથી નારંગી ખાવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે. 


Google NewsGoogle News