ડેન્ગ્યુના કેસ વધતા બકરીનું દૂધ શા માટે મોંઘુ થઇ જાય છે? શું છે કનેક્શન
Image: Freepik
ભારતમાં દર વર્ષે વાઇરસ જન્ય તાવ ડેન્ગ્યુ દેખા દે છે. મોટાભાગે ચોમાસાની શરુઆત થતાં જ બીમારીઓ પણ માણસને ઘેરી લેતી હોય છે. ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ આવવા લાગે છે.
ડેન્ગ્યુના તાવમાં શરીરના સાંધા અને હાડકાં એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે. વરસાદના આગમન સાથે ડેન્ગ્યુની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઘણા લોકો ડેન્ગ્યુના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવે છે. આમાંથી એક બકરીનું દૂધ છે. એવું માનવામાં આવે છે કે, ઓછી પ્લેટલેટ કાઉન્ટના કિસ્સામાં બકરીનું દૂધ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે જ્યારે ડેન્ગ્યુ વધે છે ત્યારે બકરીનું દૂધ મોંઘુ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બકરીના દૂધમાં ખરેખર ડેન્ગ્યુ મટાડવાની શક્તિ છે.
ડેન્ગ્યુનાં લક્ષણો
- છ થી સાત દિવસ સુધી સતત તાવ
- સાંધા દુખવા
- શરીર તૂટવું
- માથામાં દુખાવો
- ઝાડાં ઊલટી
- શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવવી
બકરીનું દૂધ કેમ ફાયદાકારક છે?
બકરીના દૂધમાં વિટામિન B6, B12, C અને D ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફોલેટ બાઈન્ડિંગ કરનારા કંપોનેટ્સ પણ વધુ હોય છે, જેના કારણે ફોલિક એસિડની માત્રા પણ વધે છે. બકરીના દૂધમાં પ્રોટીન જટિલ નથી, જે તેને પચવામાં એકદમ સરળ બનાવે છે. તેની મદદથી બ્લડ કાઉન્ટ પણ વધે છે.
બકરીના દૂધના ફાયદા
- બકરીના દૂધમાં કેલ્શિયમ, વિટામિન બી, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન અને કોપર મળી આવે છે, જે મેટાબોલિઝમ રેટને સારું રાખીને શરીરને સ્વસ્થ રાખે છે.
- બકરીના દૂધમાં સેલેનિયમ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને રોગોથી દૂર રાખે છે.
- કેલ્શિયમ અને એમિનો એસિડની હાજરીને કારણે બકરીનું દૂધ દાંત અને હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.
- બકરીના દૂધમાં સારા ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. વધુ પડતા પોટેશિયમના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જેના કારણે હાર્ટ સ્વસ્થ રહે છે.
- બકરીના દૂધમાં એન્ટી-ઇંફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો અને પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
શું બકલીનું દૂધ ડેન્ગ્યુમાં ફાયદાકારક છે?
કેટલાક નિષ્ણાતો માને છે કે, ડેન્ગ્યુમાં બકરીનું દૂધ ફાયદાકારક છે પરંતુ ડોકટરો કહે છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ બકરીનું દૂધ પીવે છે તો તે તેને જાળવી શકે છે પરંતુ ડેન્ગ્યુના ઈલાજ માટે બકરીનું દૂધ જ લેવાની જરૂર નથી, કારણ કે હજુ સુધી સાબિત નથી થયુ કે, ડેન્ગ્યુમાં બકરીનું દૂધ ફાયદાકારક છે.