Get The App

ખાલી પેટ ગેસની દવા લેવી બની શકે છે જોખમી! થઈ જાઓ સાવધાન, નહીતર થશે નુકસાન

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ખાલી પેટ ગેસની દવા લેવી બની શકે છે જોખમી! થઈ જાઓ સાવધાન, નહીતર થશે નુકસાન 1 - image


નવી મુંબઇ,તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

આજકાલની જીવનશૈલી ખૂબ ઝડપી અને ભાગદોડવાળી બની ગઇ છે. ખાનપાન અને જીવનશૈલીના કારણે મોટાભાગના યુવાનોનું પાચનતંત્ર નબળું પડી રહ્યું છે. ઓફિસ વર્કના કારણે ઘણાં લોકો ફાસ્ટફુડ પર ડિપેન્ડ રહે છે. જેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. ફાસ્ટ ફુડને કારણે ગેસ અને એસિડિટીની સમસ્યાઓ થાય છે.

વાસ્તવમાં, આ સમસ્યા લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવા, ઓછી શારીરિક પ્રવૃત્તિ, બહારનું ખાવાના કારણે સામાન્ય બની રહી છે. જંક ફૂડ, મેદા, સેચુરેટેડ ફેટ, મીઠું પાચનતંત્રને ખરાબ રીતે બગાડે છે. આવી સ્થિતિમાં નાની ઉંમરમાં જ એસિડિટી અને ગેસની ફરિયાદ રહે છે. હેલ્થ એક્સપર્ટના મતે, આનાથી બચવા માટે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ગેસ કે, એસિડિટીની ગોળીઓ લેતા હોય છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે તેથી આ ગોળીઓ લેવાનું ટાળવુ જોઇએ. 

ખાલી પેટે ગેસની ગોળીઓ લેવી કેમ હાનિકારક છે?

ગેસ અને એસિડિટીની સમસ્યાથી બચવા માટે ઘણા લોકો સવારે ખાલી પેટે દવાઓ લેતા હોય છે. કેટલાક લોકો તેનો નિયમિત ઉપયોગ કરે છે. જો તેઓ દવા ન લે તો તેમનો આખો દિવસ મુશ્કેલીમાં પસાર થાય છે, તેથી આમ કરવાનું ટાળવુ જોઇએ. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, તમારી આ આદત પેટમાં બેક્ટેરિયાના કારણે થતા ઈન્ફેક્શનને ઘણી વખત વધારી શકે છે.

રિપોર્ટ ગેસની દવા વિશે શું કહે છે

રિપોર્ટ અનુસાર, આ બેક્ટેરિયાથી થતા ઈન્ફેક્શનને કારણે મોટા આંતરડામાં સતત ડાયેરિયા અને ઈન્ફેક્શન થઈ શકે છે. આનાથી મોટા આંતરડામાં ક્લોસ્ટ્રિડિયમ ડિફિસાઇલ કોલાઇટિસ ઇંફેક્શન વધી શકે છે, જેને સી-ડિફ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં આ સમસ્યા વધુ પડતા એન્ટિબાયોટિક્સ લેવાથી પણ થાય છે. 

આ સંશોધનમાં, કુલ 7,703 દર્દીઓમાંથી સી-ડિફના 16 કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં નિયમિતપણે લેવામાં આવતી ઓપેરાઝોલ, હિસ્ટામાઈટન અને રાનિટિડાઇન જેવી દવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ગેસ-એસિડિટીની દવાઓની આડઅસર

  • ડાયેરિયા
  • ફલૂ
  • મોઢામાં શુષ્કતા
  • પેટનું ફૂલવું
  • ગેસ બનવો
  • કમરનો દુખાવો
  • નબળાઇ 

ગેસ-એસીડીટીથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપાય

1. રોજ ખાલી પેટ અજવાઇનનું સેવન કરો.

2. અજવાઇનને શબ્જી અને રોટલી સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.

3. બહારનું ખાવાનું, ફાસ્ટ ફુડ સંપૂર્ણપણે બંધ કરો.

4. નારિયેળ પાણી, દહીં, છાશ, લસ્સીનું સેવન કરો.

5. વધુ ફળો અને લીલા શાકભાજી ખાઓ.

6. જમ્યા પછી તરત જ સૂવાને બદલે ચાલવા જાઓ.

7. બને એટલું પાણી પીઓ.

8. તણાવ ટાળો, 7-8 કલાકની સંપૂર્ણ ઊંઘ લો.


Google NewsGoogle News