ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે કરો આ છોડના બીજનું સેવન, ત્વચા બનશે સોફ્ટ અને ચમકદાર
Image Source: Freepik
અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2024 ગુરૂવાર
તુલસી એક એવો છોડ છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં તુલસીને ખૂબ મહત્વ આપવામાં આવ્યુ છે. જોકે ધાર્મિક મહત્વની સાથે-સાથે તુલસીના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. તુલસીના પાન, ફૂલ અને બીજ તમામ આરોગ્યપ્રદ હોય છે.
તણાવને ઘટાડે છે
તુલસીના બીજમાં હાજર વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટસ આપણા શરીરના સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે. તેનાથી આપણુ મગજ શાંત અને તણાવ મુક્ત રહે છે જો જો તમે પણ તણાવથી પરેશાન છો તો બેસિલ સીડનું સેવન શરૂ કરી દો.
પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે
આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણીના કારણે આપણે ઘણી પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કબજિયાત, એસિડિટી, પેટ ફૂલવુ વગેરે સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ તુલસીના બીજ આ સમસ્યાઓમાંથી રાહત અપાવી શકે છે. તુલસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ફાઈબર આપણા પાચનતંત્રને યોગ્ય સલામત રાખે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
તુલસીના બીજમાં હાજર ફાઈબર પેટને ભરેલુ અનુભવ કરાવે છે, જેનાથી તમારી ભૂખ ઓછી થઈ જાય છે. સાથે જ આ તમારા પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. આ રીતે વજન નિયંત્રણમાં ખૂબ મદદરૂપ છે.
સ્કિન માટે લાભદાયી
તુલસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન E અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. આ બંને આપણી સ્કિન માટે ખૂબ જ લાભદાયી હોય છે. વિટામિન E સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે તો એન્ટીઓક્સિડેન્ટ તેને બહારના કારકોથી થતા નુકસાનથી બચાવે છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારી સ્કિન હેલ્ધી, ગ્લોઈંગ અને સુંદર બની રહે તો તુલસીના બીજનું દરરોજ સેવન કરવુ જોઈએ. તેનાથી સ્કિન સંબંધિત દરેક સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.