સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લવિંગનું તેલ
- લવિંગના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટીસેપ્ટિક, એન્ટિબેક્ટેરિયલ, એન્ટીવાયરલનો ગુણ હોય છે
અમદાવાદ, તા. 28 જાન્યુઆરી 2018, રવિવાર
લવિંગના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટીસેપ્ટિક, એન્ટિબેક્ટેરિયલ, એન્ટીવાયરલનો ગુણ મળી આવે છે જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો, લવિંગના તેલના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે...
જ્યારે પણ તમને થકાવટનો અનુભવ થાય તો તમે ચા અથવા કૉફીમાં લવિંગના તેલનું એક ટીપુ નાંખીને તેનું સેવન કરો. તેના સેવનથી તમારી ઊર્જામાં પણ વધારો થશે.
લવિંગના તેલના ઉપયોગથી તમે તમારા ખીલની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા પોતાના ખીલ પર લવિંગનું તેલ લગાવી દો અને ત્યારબાદ સવારે ચહેરાને નૉર્મલ પાણીથી ધોઇ નાંખો.
લવિંગના તેલના ઉપયોગ સ્કિનને સુંદર પણ બનાવે છે. પોતાના ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટે દરરોજ ન્હાતા પહેલા લવિંગનાં તેલથી પોતાની ત્વચાની સારી રીતે મસાજ કરી લો અને ત્યારબાદ ત્રણ-ચાર કલાક બાદ ન્હાઇ લો તેનાથી તમારી ત્વચા કોમળ અને ચમકદાર બની જશે.
રૂમમાંથી પણ દુર્ગંધ આવવા લાગે છે તો એવામાં લવિંગનો ઉપયોગ કરીને પોતાના રૂમમાંથી દુર્ગંધ દૂર કરી શકો છો. તેના માટે તમારે માર્કેટમાં મળતા મોંઘા રૂમ ફ્રેશનર સ્પ્રે ખરીદવાની કોઇ જરૂર નથી.