Get The App

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 1 - image


International Vacation Places for Diwali: દિવાળી આવે એટલે એક સારું વેકેશન મળે અને બધા લોકો ફરવા જવાના પ્લાન કરતા હોય છે. એટલા માટે આજે આપણે એવા ભારતની નજીક આવેલા 5 દેશ વિષે માહિતી મેળવીશું કે જ્યાં વ્યક્તિદીઠ 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો છો. તેમજ આ બધા દેશ એવા છે કે જ્યાં વિઝાની જરૂર નથી અથવા વિઝા ઓન અરાઈવલ છે. 

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 2 - image

1 ભૂટાન -થંડર ડ્રેગન

સમગ્ર એશિયામાં સૌથી સુખી દેશ તરીકે જાણીતો દેશ ભૂટાન, ભારત અને ચીન વચ્ચેની વચ્ચે આવેલો છે. હિમાલયની ગોદમાં વસતો આ મનમોહક દેશ તેના અદ્ભુત કુદરતી સૌંદર્ય અને અનન્ય સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે. ભારત અને તિબેટ વચ્ચે વસ્તુ આ રાષ્ટ્ર પ્રાચીન લેન્ડસ્કેપ્સ અને પ્રાચીન પરંપરાઓનું સુંદર કોમ્બિનેશન છે. 

બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- હેન્ગીંગ ટાઇગર્સ નેસ્ટ મઠ, પુનાખા ઝોંગ, થિમ્પુ, ફોબજીખા વેલી, બુમથાંગ વેલી, ડોચુલા પાસ, રિનપુંગ ઝોંગ, ભૂટાનનું નેશનલ મ્યુઝીયમ, હા વેલી, ચેલે લા પાસ 

ફ્લાઈટ ટિકિટ- Rs.30,000 - Rs.35,000

અકોમોડેશન- બજેટ હોટલ અથવા હોસ્ટેલનો ખર્ચ એક રાત માટે અંદાજે 800 - 1800 BTN (Rs.800-Rs.1800) ની વચ્ચે થશે. 

લોકલ ટ્રાન્સપોર્ટ- વન-વે સબવે અથવા ટ્રેન ટિકિટની કિંમત અંદાજે 10 - 20 BTN (Rs.10-Rs.20) વચ્ચે હોઈ શકે છે. 

ફૂડ- બજેટ રેસ્ટોરન્ટમાં ભોજન દીઠ અંદાજે 100 - 300 BTN (Rs.100 - Rs.300) વચ્ચે ખર્ચ થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડમાં ઓછો ખર્ચ પણ થઈ શકે છે. 

વિઝા- ભારતીયો માટે જરૂરી નથી (પાસપોર્ટ/મતદાર આઈડી પર્યાપ્ત છે)

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય- ઓક્ટોબરથી ડિસેમ્બર અથવા જાન્યુઆરીથી ફેબ્રુઆરી

ચલણ- 1 Ngultrum = 1 રૂપિયા. ભૂટાનમાં રૂ. 500 અને તેનાથી વધુ મૂલ્યોની અપેક્ષા મુજબના વ્યવહારો માટે ભારતીય ચલણ સ્વીકારવામાં આવે છે

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 3 - image

2. વિયેતનામ

ઈતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય ધરાવતો દક્ષિણપૂર્વ એશિયાનો દેશ એટલે વિયેતનામ. એક તરફ હનોઈની ધમધમતી બજારો અને અને ઐતિહાસિક ગલીઓ તેમજ બીજી બાજુ હેલોંગની મનમોહક ખાડીઓ શાંતિ આપે છે. લીલા રંગના ડાંગરના ખેતરો, ડેલ્ટા, સુંદર બીચ અને ગાઢ જંગલમાં આચ્છાદિત પર્વતોથી શરૂ કરીને, વિયેતનામ વિશ્વભરના લોકો માટે એક આકર્ષક સ્થળ બનાવે છે. વિયેતનામનો સમૃદ્ધ વરસો અને અદ્ભુત લેન્ડસ્કેપ ટ્રીપને યાદગાર બનાવે છે. 

બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન-  હનોઈ, સા પા, હેલોંગ ખાડી, મોક ચૌ, હા ગિઆંગ, કોન ડાઓ આઈલેન્ડ, હો ચી મિન્હ સિટી, બાન જીઓક વોટરફોલ

ફ્લાઈટ ટિકિટ- Rs.20,000 - Rs.25,000

અકોમોડેશન- એક દિવસ માટે હોટલનો ખર્ચ Rs.2000 - Rs.3000 રૂપિયા પ્રતિ દિવસ હોઈ શકે છે

ફૂડ- બજેટ રેસ્ટોરન્ટમાં ભોજન દીઠ અંદાજે Rs.100 - Rs.300 વચ્ચે ખર્ચ થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડમાં ઓછો ખર્ચ પણ થઈ શકે છે. 

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય- નવેમ્બરથી એપ્રિલ

ચલણ- 1 INR = 295.354154 VND

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 4 - image

3. શ્રીલંકા

રાવણની લંકા કહેવાતું શ્રીલંકા તેના મૂળ દરિયાકિનારા અને બેસ્ટ ફૂડ માટે પ્રખ્યાત છે. મનોહર લેન્ડસ્કેપ્સ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ, ગ્રામીણ લાઈફસ્ટાઇલ અને આર્કીઓલોજીકલ પ્લેસ ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. પ્રવાસીઓએ શ્રીલંકાના મુખ્ય પ્રાચીન સ્મારકોના ફોટોગ્રાફ માટે પરમિટ લેવી જરૂરી છે. 

બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- કોલંબો નેશનલ મ્યુઝિયમ, ગાલે ડચ ફોર્ટ, સ્ટીલ્ટ ફિશરમેન, નેગોમ્બો લગૂન, રોયલ બોટનિકલ ગાર્ડન પેરાડેનિયા,  હિક્કાડુવા બીચ, દાંબુલા ગુફા મંદિર, બેન્ટોટા બીચ, મીરીસા- બેસ્ટ વ્હેલ વોચીંગ પ્લેસ, નુવારા એલિયા પોસ્ટ ઓફિસ, ઉદાવાલવે નેશનલ પાર્ક, સિગિરિયા, હોર્ટન પ્લેઇન્સ નેશનલ પાર્ક.

ફ્લાઈટ ટિકિટ-  Rs.20,000 - Rs.25,000

અકોમોડેશન- એક દિવસ માટે હોટલનો ખર્ચ  Rs.700 - Rs.1000. ભારતથી મુલાકાત લેવા માટે સૌથી સસ્તો દેશોમાંનો એક છે.

લોકલ ટ્રાન્સપોર્ટ- ટ્રેન, બસ તેમજ ટેક્સીનું રેન્ટ અંદાજે Rs.90 થી Rs. 900 સુધી ડેસ્ટીનેશન અને અંતર મુજબ. 

ફૂડ- બજેટ રેસ્ટોરન્ટમાં ભોજન દીઠ અંદાજે Rs.100 - Rs.300 વચ્ચે ખર્ચ થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડમાં ઓછો ખર્ચ પણ થઈ શકે છે. 

વિઝા- ઓનલાઈન સરળતાથી મેળવી શકાય છે. શ્રીલંકા એક ETA જારી કરે છે જે તમને 30 દિવસ માટે દેશમાં પ્રવેશની મંજૂરી આપે છે.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય- નવેમ્બરથી માર્ચ

ચલણ- 1 શ્રીલંકન રૂપિયો = 0.39 INR

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 5 - image

4. નેપાળ

હિમાલય અને જંગલોની વચ્ચે આવેલું નેપાળ વન્યજીવન અને આધ્યાત્મિક સંસ્કૃતિથી સમૃદ્ધ છે. જો તમે શાંત અને શાંત જગ્યાની શોધમાં હોય તો નેપાળ ઉત્તમ જગ્યા છે. જે એડવેન્ચર લવર પણ ટ્રેકિંગ માટે સુંદર પર્વતોની અને એક્સપ્લોર કરવા માટે જંગલોની પણ મજા માણી શકાય છે. 

બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- કાઠમંડુ દરબાર સ્ક્વેર, બૌધનાથ સ્તૂપ, થમેલ, સારંગકોટ, પોખરા, કાઠમંડુ દરબાર સ્ક્વેર, ચિતવન નેશનલ પાર્ક, નારાયણી નદી, થારુ કલ્ચરલ હાઉસ, માયા દેવી મંદિર, લુમ્બિની મ્યુઝિયમ, મનકામના મંદિર, ચિતવન નેશનલ પાર્ક, હિલ પાર્ક, મણીમુકુંદ સેન પાર્ક

ફ્લાઈટ ટિકિટ- Rs.5000 - Rs.8000

અકોમોડેશન- એક દિવસ માટે હોટલનો ખર્ચ Rs.400 - Rs.700 રૂપિયા પ્રતિ દિવસ હોઈ શકે છે

ફૂડ- બજેટ રેસ્ટોરન્ટમાં ભોજન દીઠ અંદાજે Rs.100 - Rs.300 વચ્ચે ખર્ચ થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડમાં ઓછો ખર્ચ પણ થઈ શકે છે. 

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય- ઓક્ટોબરથી ડિસેમ્બર

ચલણ- 1 નેપાળી રૂપિયો = 0.62 INR

વિઝા- ભારતીયો માટે જરૂરી નથી (પાસપોર્ટ/મતદાર આઈડી જરૂરી છે)

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 6 - image

5. રવાન્ડા

હજાર ટેકરીઓની ભૂમિ તરીકે જાણીતું, રવાન્ડાના અદભૂત દ્રશ્યો અને મૈત્રીપૂર્ણ લોકો ધરાવતો આફ્રિકન દેશ છે. જે મુલાકાતીઓને કુદરતી સોંદર્ય અને સાથે સંસ્કૃતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. ફરતી ટેકરીઓ, લીલાછમ વરસાદી જંગલો, શાંત તળાવો, રાષ્ટ્રીય ઉદ્યાન, જ્વાળામુખી, વાઇબ્રન્ટ સંસ્કૃતિ પ્રવાસીઓ પર કાયમી છાપ છોડે છે. ભવ્ય ગોરિલાઓની ઝલક જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં આવે છે, આ સિવાય પણ અહી જોવા અને અનુભવ કરવા માટે ઘણું બધું છે.

બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- કિબેહો, અકેરા નેશનલ પાર્ક, ગીશ્વતી મુકુરા નેશનલ પાર્ક, હુયે, ન્યુંગવે નેશનલ પાર્ક, રુસીઝી, ન્યાન્ઝા, મુસાન્ઝે, કરોન્ગી, રુબાવુ, વોલ્કેનો નેશનલ પાર્ક, પાર્ક ડેસ વોલ્કેન્સ, કિગલી, 

ફ્લાઈટ ટિકિટ-  અંદાજીત Rs.30,000 - Rs.35,000

અકોમોડેશન- એક દિવસ માટે હોટલનો ખર્ચ અંદાજીત Rs.3000 - Rs.4000 રૂપિયા પ્રતિ દિવસ હોઈ શકે છે

ફૂડ- બજેટ રેસ્ટોરન્ટમાં ભોજન દીઠ અંદાજે Rs.500 - Rs.1000 વચ્ચે ખર્ચ થઈ શકે છે. સ્ટ્રીટ ફૂડમાં ઓછો ખર્ચ પણ થઈ શકે છે. 

ચલણ- 1 INR = 0.220611 ZAR

Diwali International Vacation Places : ભારતની નજીક આવેલા 5 દેશો જ્યાં 1 લાખ રૂપિયાના બજેટમાં તમે ફરીને આવી શકો 7 - image


Google NewsGoogle News