ચાણક્ય નીતિ: 2 બાબતોમાં ડરી જનારા લોકો હોય છે કાયર, ક્યારેય નથી મળતી સફળતા
Chanakya Niti: 21મી સદીમાં ડિજિટલ યુગ આવી ગયો હોવાથી લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. પરંતુ, સફળતા મેળવવા માટે, મોટાભાગના લોકો આજે પણ ચાણક્ય નીતિનું પાલન કરે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જે જાણતું ન હોય કે આચાર્ય ચાણક્ય સૌથી વધુ જ્ઞાની અને વિદ્વાન હતા. આજ કારણે લોકો ચાણક્ય નીતિમાં બતાવેલ માર્ગ પર ચાલીને તેમના જીવનને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ આ બે બાબતોથી ડરે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી.
જીવનમાં પરિવર્તનથી ન ડરો
આચાર્ય ચાણક્ય કહે છે કે, 'પરિવર્તન એ સંસારનો નિયમ છે. આથી આગળ વધવા માટે વ્યક્તિએ જીવનમાં આવતા ફેરફારોથી ક્યારેય ડરવું ન જોઈએ. જે વ્યક્તિ પરિવર્તનથી ડરે છે તે ક્યારેય તેની મંઝિલ પ્રાપ્ત કરી શકતો નથી. જે લોકો પરિવર્તનથી ડરે છે તેઓ હંમેશા ચિંતિત રહે છે, તેઓ પરિવર્તન પહેલા જ ડર અનુભવવા લાગે છે. જેના કારણે આગળ વધતા નથી.'
આ પણ વાંચો: ઘરમાં કેમ લગાવવો જોઈએ મની પ્લાન્ટ? અનેક ફાયદા સાંભળીને તમે પણ ચોંકી જશો
જીવનમાં સંઘર્ષ કરવાથી ક્યારેય ડરવું નહી
ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 'જીવનમાં સંઘર્ષ કરવાથી ક્યારેય ડરવું જોઈએ નહી. સંઘર્ષ કરવાથી જ વ્યક્તિ જીવનમાં આગળ વધે છે, જેના કારણે તે અંદરથી મજબૂત બને છે. તેથી જે વ્યક્તિ જીવનમાં સંઘર્ષ કરવાથી ડરે છે તે ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરવી પડે છે.'
કહેવાય છે ને કે જેઓ મહેનત નથી કરતા તેનો ભગવાન પણ સાથ નથી આપતા, મહેનત વગર કશું જ પ્રાપ્ત નથી થતું. તેથી સફળતા મેળવવા સંઘર્ષને જીવનનો ભાગ બનાવીને આગળ વધવું જોઈએ.