Get The App

નવરાત્રિના ઉપવાસ દરમિયાન બનાવો આ હેલ્ધી ડ્રિંક્સ, આખો દિવસ રહેશો હાઇડ્રેટેડ અને એનર્જેટિક

Updated: Apr 2nd, 2025

GS TEAM


Google News
Google News
Navratri Special Health Drinks


Navratri Special Health Drinks: સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ સાથે દર વર્ષે ચૈત્ર નવરાત્રિએ હિન્દુ નવું વર્ષ પણ શરુ થાય છે. આ પાવન તહેવાર નિમિતે ઘણા શ્રદ્ધાળુઓ માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ સમયગાળા દરમિયાન ભકતો માત્ર ફળોનું સેવન કરે છે. એવામાં હાઈડ્રેટ રહેવા માટે ખૂબ જ પાણી પીવું જોઈએ, એવામાં જો તમે વધુ પ્રમાણમાં પાણી નથી પી શકતા તો તમે આ વસ્તુઓમાંથી હેલ્ધી ડ્રિંક બનાવીને પી શકો છો. જે એનર્જી આપવામાં અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

બનાના શેક

કેળા શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે, એવામાં તમે બનાના શેક બનાવીને પણ પી શકો છો. કેળાનો શેક બનાવવા માટે સૌ પ્રથમ કેળાને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો. મિક્સર જારમાં કેળા, દૂધ અને મધ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરવા માટે મિક્સરનો જ્યાં સુધી શેક સ્મૂધ અને ક્રીમી ન થાય ત્યાં સુધી મિક્સ કરો. જો તમને ઠંડા શેક ગમે છે, તો તમે બરફના ટુકડા ઉમેરીને મિક્સ કરી શકો છો. પરંતુ શુગરના દર્દીઓએ આ પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં પ્રાકૃતિક શુગર હોય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે.

નાળિયેર પાણી

નાળિયેર પાણી શરીરને કુદરતી રીતે હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે, કારણ કે તેમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તે શરીરને તાજગી અને એનર્જી આપવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં તમે ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી પણ પી શકો છો.

ફ્રૂટ જ્યુસ

ઉપવાસ દરમિયાન તમે ફ્રૂટ જ્યુસ પણ પી શકો છો. આ તમારા શરીરને એનર્જી આપશે અને શરીરને હાઇડ્રેટ પણ રાખશે. સફરજનનું જ્યુસ, સંતરાનું જ્યુસ અને પાઈનેપલ કે દાડમનું જ્યુસ પણ પી શકાય છે. પરંતુ જો બને તો ફળ ખાવાને જ પ્રાથમિકતા આપવી. 

આ પણ વાંચો: શરીરમાંથી બિનજરૂરી ચરબી દૂર કરવી હોય તો અપનાવો આ સરળ ઉપાય, થશે લાભ જ લાભ

લસ્સી

ઘણા લોકોને ઉનાળામાં લસ્સી પીવી ગમે છે. તે શરીરને ઠંડક આપે છે. લસ્સીનું સેવન પેટ માટે પણ ફાયદાકારક છે. આ સિવાય તે શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. તેથી તમે ઉપવાસ દરમિયાન લસ્સી પણ પી શકો છો. આ તમારા શરીરમાં એનર્જી જાળવી રાખવામાં પણ મદદ કરશે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન બનાવો આ હેલ્ધી ડ્રિંક્સ, આખો દિવસ રહેશો હાઇડ્રેટેડ અને એનર્જેટિક 2 - image

Tags :