Curtain Cleaning: નીચે ઉતાર્યા વિના, ધોયા વિના દિવાળી પહેલા આ રીતે ચમકાવો ઘરના પડદા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
Curtain Cleaning: નીચે ઉતાર્યા વિના, ધોયા વિના દિવાળી પહેલા આ રીતે ચમકાવો ઘરના પડદા 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર

ઘરના ઈન્ટીરિયરમાં પડદા સૌથી મહત્વના હોય છે. દિવાળીમાં પડદાની સફાઈ કરવી દરેક મહિલા માટે મોટો ટાસ્ક હોય છે. પડદાને ઉતારીને ધોવા અને પછી લટકાવવા ઘણુ મુશ્કેલ અને સમય માંગી લે તેવુ કામ છે. દરવાજા અને બારીઓને સુંદર લુક આપનાર પડદા ઘરમાં સૌથી વધુ ગંદા હોય છે. બધી ધૂળ માટી આ જ પડદામાં છુપાઈ જાય છે. પડદા સ્વચ્છ થતા જ ઘર સાફ દેખાય છે. પડદાને તમે મશીનમાં સરળતાથી ધોઈ શકો છો.

વેક્યૂમ ક્લીનરથી સાફ કરો

વેક્યૂમ ક્લીનરથી તમારા ઘરના સોફા અને મેટ્સ તો ઘણી વખત સાફ કર્યા હશે, પરંતુ આનાથી પડદા પણ સાફ કરી શકો છો. વેક્યૂમ ક્લીનરથી પડદામાં લાગેલી ગંદકી સરળતાથી સાફ થઈ જાય છે. ધૂળ માટીના ઝીણા કણ પણ વેક્યૂમથી સાફ થઈ જાય છે. આ રીતે તમે લટકાયેલા પડદાને સરળતાથી સાફ કરી શકો છો.

સ્ટીમથી પડદાની સફાઈ

ઘણી વખત પડદામાં ચીકાશ કે ખાવા-પીવાના દાગ લાગી જાય છે. આ માટે વેક્યૂમ ક્લીનિંગ જ પૂરતુ નથી. ચીકાશ કે દાગને હટાવવા માટે તમારે પડદાને ધોવાની જરૂર પડશે કે પછી તમે સ્ટીમથી પણ સાફ કરી શકો છો. આ માટે સ્ટીમ ક્લીનરની મદદથી પડદાને થોડા દૂરથી સાફ કરો. પડદાને ઉપરથી નીચેની તરફ સાફ કરો. સ્ટીમ બાદ પંખો ચલાવીને પડદાને થોડા સૂકાવા દો. આ રીતે ઘરના પડદા નવા જેવા ચમકવા લાગશે. 

બ્રશથી પડદાનું ડસ્ટિંગ કરો

જો પડદા પર માત્ર ધૂળ છે તો તમે ડસ્ટિંગ કરીને પણ સાફ કરી શકો છો. એક સોફ્ટ બ્રશ લો અને પડદાને ઉપરથી નીચે તરફ સાફ કરો. ખાસ કરીને પડદાના ખૂણામાં જામેલી ધૂળને ઝાટકીને સાફ કરી દો. લિંટ રોલરના ઉપયોગથી પણ પડદાને સાફ કરી શકાય છે. ચેર કે કોઈ સીડી પર ચઢીને પડદાને સાફ કરો. પડદાની રોડને પણ સારી રીતે ક્લીન કરી દો. 


Google NewsGoogle News