ઑર્ગન ડોનેશન તરફ વધી રહ્યો છે દેશ, લોકો શરીરના આ ભાગને સૌથી વધુ કરવા માંગે છે ડોનેટ

દેશમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'આયુષ્માન ભવ' નામની અંગદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ઑર્ગન ડોનેશન તરફ વધી રહ્યો છે દેશ, લોકો શરીરના આ ભાગને સૌથી વધુ કરવા માંગે છે ડોનેટ 1 - image
Image Envato 

અંગદાન કોઈ જરુરીયાતમંદના વ્યક્તિના જીવન માટે ખૂબ જ મોટુ દાન માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં કોઈ અંગ ખરાબ થઈ જાય તો ક્યારેક વ્યક્તિનો જીવ પણ ગુમાવવો પડે છે. તમને જણાવી દઈએ કે દેશમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'આયુષ્માન ભવ' નામની અંગદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે હેઠળ અત્યાર સુધી લાખો લોકો અંગદાનનો સંકલ્પ લઈ ચુક્યા છે. 

અંગદાન અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે

દેશમાં લગભગ દરેક રાજ્યોમાં આ યોજનાને ફળીભૂત કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરતાં હોય છે. જેના કારણે લોકો અંગદાનનો સંકલ્પ લઈને જરુરીયાતમંદોને મદદ કરી શકે. તમને જણાવી દઈએ કે, અંગદાન હેઠળ હૃદય, લીવર, સ્વાદુપિંડ, નાનું તેમજ મોટુ આંતરડુ, કોર્નિયા અને ચામડીની પેશીઓનું દાન કરી શકાય છે. અંગદાનના સંકલ્પને પુરો કરવા માટે સરકારે સેન્ટ્રલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) પોર્ટલ પણ બનાવ્યું છે, જેના દ્વારા લોકો અંગદાન અભિયાનમાં જોડાઈ શકે છે તેમજ લોકોમાં જાગૃતિ પણ આવે. 

ગયા વર્ષે અંગદાન અભિયાન શરુ કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અધિકૃત રીતે અંગદાન અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1,38,0599 લોકો અંગદાનનો સંકલ્પ કરી ચુક્યા છે. આવો જાણીએ કે, આ અભિયાન એટલે કે આયુષ્માન ભવ યોજના અંતર્ગત લોકોએ શું શુ દાન કરવાનો સંકલ્પ કર્યો  છે. આ લોકોમાં 66155 પુરૂષો અને 72245 મહિલાઓ છે. જેમા 17487 લોકોએ પેશીઓનું દાન કરવા સંકલ્પ કર્યો છે અને 17072 લોકોએ અંગોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે લોકોએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી છે તેમાં 35709 લોકો 18 થી 30 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે. જ્યારે 30 થી 45 વર્ષની વચ્ચેના 65865 લોકો છે. આ અભિયાનમાં નવાઈની વાત એ છે કે તેમા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 6463 લોકોનો પણ સમાવેશ થાય છે. 

આ અંગોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે

દેશમાં અંગો દાન કરવા માટે લોકોએ સંકલ્પ કર્યો છે તેમા સૌથી વધુ દાનનો સંકલ્પ હૃદય માટે થયો છે.  આમાં દાન કરનારા લોકોની સંખ્યા 93480 છે. જ્યારે 98918 લોકોએ કિડની દાન કરવાનો સંકલ્પ લીધો છે. 93950 લોકોએ લીવર દાન કરવાની વાત કહી છે. 85278 લોકોએ ફેફસાંનું દાન કરવાનો સંકલ્પ લીધો છે. જો રાજ્ય લેવલે વાત કરીએ તો અંગ દાતાઓના આ અભિયાનમાં રાજસ્થાન સૌથી આગળ છે. જ્યાં 34564 લોકોએ અંગદાન કરવાનો  સંકલ્પ કર્યો છે.  


Google NewsGoogle News