દિવાળી વેકેશનમાં ફરવા જવું હોય તો આ 5 જગ્યાઓ છે બેસ્ટ ઓપ્શન
નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2019, સોમવાર
ઓક્ટોબર મહિનો એટલે તહેવારો અને વેકેશનનો સમય. આ સમય દરમિયાન લોકો ફરવા જવાનું સૌથી વધારે પસંદ કરે છે કારણ કે આ માસમાં દિવાળી વેકેશન આવે છે અને રજાઓ પણ હોય છે. જો તમે પણ હરવા ફરવાના શોખીન હોય અને આ વેકેશનમાં તમારે પણ ફરવા જવાની ઈચ્છા હોય તો આ 5 જગ્યા ઓક્ટોબરમાં ફરવા માટે બેસ્ટ વિકલ્પ છે.
જોધપુર
રાજસ્થાનનું આ શહેર બ્લૂ સિટી તરીકે ઓળખાય છે. અહીં તમને ઐતિહાસિક જગ્યાઓ જોવા મળશે સાથે જ શાહી મહેલ અને ભવ્ય ભવન જોવા મળશે. અહીંના આકર્ષણોમાં ઉમ્મેદ ભવન, મેહરાનગઢ ફોર્ટ, રાવ જોધા ડેઝર્ટ રોક પાર્ક, ઘંટા ઘરનો સમાવેશ થાય છે.
નૈનીતાલ
ઉત્તરાખંડની સુંદર જગ્યાઓમાંથી એક છે નૈનીતાલ. પર્વત, પાણી અને કુદરતી સૌંદર્ય પ્રિય હોય તો નૈનીતાલ ફરવા જવું જોઈએ. અહીં આ સમયે ગુલાબી ઠંડીની શરૂઆત થાય છે જે નૈનીતાલની સુંદરતાને ચારચાંદ લગાવી દેશે. અહીં નૈની લેક, નૈના દેવી મંદિર, રાજ ભવન જેવી જગ્યાઓ જોવાલાયક છે.
ઋષિકેશ
ધાર્મિક સ્થાને ફરવા જવું હોય તો ઉત્તરાખંડની આ જગ્યા સૌથી બેસ્ટ છે. અહીં શાંતિ અને સુંદરતાનો સંગમ જોવા મળે છે. અહીં ત્રિવેણી ઘાટ, સંગમ, ભારત માતા મંદિર, ગંગા આરતી વગેરે આકર્ષણના કેન્દ્રો છે.
પંચમઢી
મધ્યપ્રદેશની આ સુંદર જગ્યા તમને અદ્ભુત અનુભવ કરાવશે. અહીં જટાશંકર ગુફા, પંચમઢી વોટરફોલ, પાંડવ ગુફા, ભેડાઘાટ જેવી જગ્યાઓ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્યને માણી શકો છો.
કચ્છ
નદી, પર્વત, ઝરણા એ તમામથી અલગ જ વસ્તુ માણવી હોય તો ગુજરાતનું કચ્છ સૌથી ઉત્તમ સ્થાન છે. ગુજરાતનું કચ્છનું રણ વેકેશન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ગુજરાતના કચ્છમાં દુનિયાનું સૌથી મોટું મીઠાનું પણ છે જે રણ ઓફ કચ્છ તરીકે પણ પ્રખ્યાત છે. અહીં એક તરફ રાજસ્થાનનું થાર રણ છે અને બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રાંત.