ઉનાળામાં આ 5 ફેબ્રિક આપશે રાહત અને તમને રાખશે કૂલ અને સ્ટાઇલિશ
5 Best Fabrics for Summer: ઉનાળામાં તડકાથી બચવા માટે યોગ્ય કપડાંની પસંદગી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉનાળામાં એવા કપડાં પહેરવા જોઈએ જે હળવા, હવાદાર હોય અને પરસેવો ઝડપથી શોષી લે. આ કપડાં તમને ઠંડક આપવામાં મદદ કરે છે અને ભારે ગરમીમાં પણ આરામદાયક રહે છે. જો તમે આ ઉનાળામાં સ્ટાઈલ અને કમ્ફર્ટ બંને જાળવવા ઈચ્છો છો તો તમારે આ ફેબ્રિક પહેરવું જોઈએ.
કોટન (Cotton)
ઉનાળામાં કોટનને સૌથી લોકપ્રિય અને બેસ્ટ ફેબ્રિક માનવામાં આવે છે. તે આરામદાયક છે. તેમજ કોટન પરસેવાને પણ ઝડપથી શોષી લે છે અને શરીરને ઠંડુ રાખે છે. તે ઘણા રંગો અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, જેથી તે કોઈપણ પ્રસંગે કોટન પહેરી શકાય છે.
લિનન (Linen)
લિનન પણ ઉનાળાની ઋતુ માટે એક ઉત્તમ વિકલ્પ છે. તેની રચના એવી છે કે તે શરીરની ગરમીને બહાર નીકળવા દે છે. તેમજ પરસેવો શોષવામાં પણ ખૂબ જ મદદ કરે છે. લિનન ખાસ કરીને ઓફિસ જનારાઓ માટે એક બેસ્ટ ફેબ્રિક છે.
શિફૉન (Chiffon)
જો તમને હળવા, નરમ અને ફ્લોય ફેબ્રિક જોઈએ છે, તો શિફૉન પરફેક્ટ વિકલ્પ રહેશે. તે પહેરવામાં ખૂબ જ સ્ટાઇલિશ અને આરામદાયક છે. તેનો ઉપયોગ બ્લાઉઝ, શર્ટ, કુર્તા તરીકે કરી શકાય છે.
મલમલ (Muslin)
મલમલ ખૂબ જ હળવું અને સોફ્ટ ફેબ્રિક છે, જે ઉનાળામાં પહેરવા માટે ખૂબ જ આરામદાયક છે. આ ફેબ્રિકના કારણે વધુ ગરમી નથી લાગતી. મલમલ ફેબ્રિક ગરમ હવામાન માટે યોગ્ય છે.
ક્રેપ (Crepe)
ક્રેપ એક મુલાયમ ફેબ્રિક છે. ડ્રેસ બનાવવા માટે આ એક બેસ્ટ વિકલ્પ છે, તેમજ તે દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. જો કે તે સાટિન જેટલું ચમકતું નથી, પણ ઉનાળા માટે તે ખૂબ જ આરામદાયક છે.
ઉનાળામાં આરામદાયક અને હળવા કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે જેથી તમે દિવસભર તાજગી અને ઠંડક અનુભવી શકો. ઉનાળામાં સ્ટાઈલિશ અને આરામદાયક રહેવા માટે કોટન, લિનન, શિફોન, મલમલ અને ક્રેપ જેવા ફેબ્રિક શ્રેષ્ઠ વિકલ્પો છે. આ ઉનાળાની ઋતુમાં આ ફેબ્રિકને તમારા વોડરોબમાં ચોક્કસ સામેલ કરો અને ગરમીથી રાહત મેળવો.