Get The App

હૃદયની બ્લૉક નસોને ખોલી દે છે આ યોગાસન, હાર્ટ એટેકના દર્દીઓ જરૂર કરે આ એક્સરસાઈઝ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
હૃદયની બ્લૉક નસોને ખોલી દે છે આ યોગાસન, હાર્ટ એટેકના દર્દીઓ જરૂર કરે આ એક્સરસાઈઝ 1 - image


નવી દિલ્હી,તા. 18 નવેમ્બર 2023 શનિવાર  

આજકાલની ઝડપી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જંક અને ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો ઘરનું રાંધેલું ભોજન ઓછું પસંદ કરે છે અને તેને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ ઉભી થાય છે. પરિણામે લોકો ડાયાબિટીસ, થાઇરોઇડ અને હૃદય સંબંધિત રોગોનો શિકાર બને છે. હાર્ટને સંલગ્ન સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે. હૃદયની નસો જામ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે તેથી આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું એવા 4 આસન વિશે જે હૃદયની નસોને ખોલશે.

હાર્ટ બ્લોકેજ માટે બેસ્ટ યોગાસન :

અનુલોમ-વિલોમ - હાર્ટ બ્લોકેજમાં અનુલોમ-વિલોમ યોગાસન કરવાથી ફાયદો મળશે. તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. પેટ મજબૂત બને છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

ધનુરાસન - આ આસન કરવાથી તમારા હૃદયની બ્લૉક નસો પણ ઢીલી થઈ જશે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ જળવાઈ રહેશે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘટે છે.

પશ્ચિમોત્તનાસન - આ એક્સરસાઈઝ તમારા પાચનતંત્રને સુધારે છે. તેની નિયમિત પ્રેક્ટિસ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. હૃદયની અવરોધિત નસો ખોલવામાં પણ પશ્ચિમોત્તનાસન મદદ કરે છે.

ભુજંગાસન - આ આસન તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આના નિયમિત અભ્યાસથી પેટ સંબંધિત રોગો પણ દૂર થાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા થતી નથી.

ઉપરોક્ત ફાયદાઓ જાણ્યા પછી હવે સમજાશે કે, આપણા પુરાણો અને જુના ગ્રંથોમાં વર્ણવેલ બાબતો આજના જમાનામાં પણ આપણને કેટલી ઉપયોગી નીવડી શકે છે. આ ચાર આસનો તમારા શરીરને પણ લચીલા બનાવશે. તો હવેથી યોગને તમારા જીવનનો એક ભાગ બનાવો અને આ આસનોને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમારા હૃદયને મજબૂત કરો.


Google NewsGoogle News