ડાયાબિટીસના દર્દીઓએ શિયાળામાં રોજ આ લીલા પાંદડામાંથી બનેલી રોટલી ખાવાથી, હાઈ બ્લડ શુગરનો ખતરો ટળી જશે
Image: Freepik
નવી દિલ્હી,તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર
આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસ એવી બીમારી છે જેના દર્દી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી રહ્યા છે. ડાયાબિટીસ લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે. ડાયાબિટીસ ગંભીર બીમારી હોવાથી તમે લાઈફસ્ટાઈલ પર ધ્યાન ન આપો તો તેના કારણે શરીરમાં અન્ય બીમારીઓ પણ થઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ખરાબ ખાનપાન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી ટાઈપ 2 ડાયાબિટીસના સૌથી મહત્વપૂર્ણ કારણો છે. આજે અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઇ રહ્યાં છે જેના સેવનથી તમે ઘણી હદ સુધી ડાયાબિટીઝ પર કંટ્રોલ મેળવી શકો છો.
શું છે આ ખાસ વસ્તુ?
બથુઆ ઠંડીની સિઝનમાં મળી આવતી તે ભાજી છે જે દરેક વ્યક્તિને પસંદ આવતી નથી. તેના પરોઠા પણ બનાવવામાં આવે છે અને તેને શાક સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.શિયાળાની ઋતુમાં બથુઆમાંથી બનાવેલ સાગ, પરોઠા વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ રીતે ખાવામાં આવે છે.
શું થાય છે ફાયદો?
ઘણી હેલ્થ રિપોર્ટ પ્રમાણે, બથુઆના પત્તામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા ખનિજો પણ ભરપૂર માત્રામાં હોય છે. બથુઆના પત્તામાં એન્ટિ-ડાયાબિટીક ગુણો જોવા મળે છે, જે શરીરમાં વધેલા બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આ પત્તામાં ફાઈબર પણ સારી માત્રામાં હોય છે.
ડાયટમા કરો સામેલ
ડાયાબિટીસના દર્દીઓ બથુઆમાંથી સલાડ બનાવીને તેનું સેવન કરી શકે છે. આ સિવાય તમે બથુઆના પાનનો રસ પીવાથી ફાયદો મેળવી શકો છો, તેના પરોઠા ખાવાને બદલે તમે બથુઆ રોટી બનાવીને તેનું સેવન કરી શકો છો. આ બધા સિવાય બથુઆના રાયતા પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.