8 ટેવ તમારી વેલ્યૂ ઘટાડી દે છે, લોકો તમારી સાથે વાત પણ કરવા તૈયાર નથી થતા!
Personality Development Tips: આપણી વેલ્યુ બીજા વ્યક્તિઓમાં કેટલી છે, એટલે કે અન્ય લોકો આપણને કેટલું મહત્ત્વ આપે છે, તે આપણા પર નિર્ભર કરે છે. કેટલીક આદતો આપણને આગળ વધવામાં મદદરુપ સાબિત થાય છે, તો કેટલીક આપણને આગળ આવવામાં અવરોધ ઉભો કરે છે. આજે આવી જ કેટલીક આદતો વિશે વાત કરીશું, જે અન્યની નજરમાં તમારી વેલ્યુ ઘટાડી શકે છે. આ આદતોના કારણે અન્ય લોકો તમારી સાથે વાત કરવામાં કે તમારી સાથે સમય પસાર કરવામાં પણ સંકોચ કરે છે.
બીજાઓ વિશે ખરાબ બોલવું
બીજા લોકો વિશે ખરાબ બોલવું એ એક એવી આદત છે, જે માત્ર બીજાને જ નહીં પણ તમને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ વિશે ખરાબ બોલો છો, ત્યારે લોકો તમને નેગટિવ વ્યક્તિ તરીકે જુએ છે, અને તમારાથી દૂર રહેવાનું પસંદ કરે છે. અને ધીરે ધીરે તમારા સંબંધો બગડે છે અને તમારી રેપુટેશનને પણ ઠેસ પહોંચે છે.
આ પણ વાંચો : વોટર હિટરનો ઉપયોગ કરતાં હોવ તો થઇ જજો સાવધાન, એક નાનકડી ભૂલ પણ પડી શકે છે ભારે
જૂઠું બોલવું એ ખરાબ આદત
જૂઠું બોલવું એ એક એવી ખરાબ આદત છે, જે લોકોનો તમારા પરનો વિશ્વાસ ઘટાડે છે. જ્યારે લોકોને ખબર પડે છે કે તમે જૂઠું બોલો છો, ત્યારે તેઓ તમારા પર વિશ્વાસ કરવાનું છોડી દે છે. એ પછી તમારા સંબંધો પણ બગડે છે અને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.
અહંકાર રાખવો
અહંકાર એવી આદત છે, કે જે લોકોને તમારાથી દૂર કરી દે છે. જ્યારે તમે ખૂબ જ અહંકારી છો, ત્યારે લોકો તમને ઘમંડી- અહંકારી અને સ્વાર્થી માને છે. અને તેના કારણે તમારા સંબંધો બગડે છે અને તમારી પ્રગતિને અવરોધાય છે.
અન્યને નીચે દેખાડવું
આપણી વાત સાચી મુકીને બીજાને નીચુ દેખાડવું એ એક ખરાબ આદત છે, જે લોકોને તમારાથી નારાજ કરે છે. જ્યારે તમે બીજાને નીચે દેખાડો છો, ત્યારે લોકો તમને અસુરક્ષિત અને ઈર્ષ્યાળુ માને છે. આ તમારા સંબંધોને બગાડે છે, અને તમારી પ્રતિષ્ઠા નુકશાન પહોંચાડે છે.
બીજાઓના વિચારોને સમ્માન ન આપવું
બીજાના વિચારોને માન ન આપવું એ એક ખૂબ ખરાબ આદત છે, જેના કારણે લોકો તમારાથી દૂર થાય છે. જ્યારે તમે બીજાના વિચારોને માન આપતા નથી, ત્યારે લોકો તમને ઘમંડી અને સ્વાર્થી માને છે. તેના કારણે તમારા સંબંધો બગડે છે, અને તમારી પ્રગતિ અને તમારા વેલ્યુને ડાઉન કરે છે.
ફરિયાદ કરવી
ફરિયાદ કરવી એ પણ એક ખરાબ આદત છે, જે લોકોને તમારાથી દૂર કરે છે. જ્યારે તમે હંમેશા ફરિયાદ કરો છો, ત્યારે લોકો તમને નેગેટિવ અને મૂડી વ્યક્તિ તરીકે જુએ છે. જેથી લોકોમાં તમારી વેલ્યુ ડાઉન થાય છે.
આ પણ વાંચો : શિયાળામાં અખરોટ ખાવાના આ છે ફાયદા, દૂધ સાથે મિક્સ કરશો તો તાકાત થઈ જશે બમણી
બિનજરૂરી દલીલો કરવી એ પણ એક ખરાબ આદત છે, જે લોકોને તમારાથી દૂર કરે છે. જ્યારે તમે દરેક બાબતમાં દલીલો પર ઉતરી આવો છો, ત્યારે લોકો તમને જિદ્દી માનવા લાગે છે. જેથી લોકો તમારી સાથે વાત કરવાનું પસંદ કરતા નથી અને તમારી વેલ્યુ ડાઉન થાય છે.
બીજાને મદદ ન કરવી
ક્યારેય બીજાને મદદ ન કરવી એ પણ એક ખરાબ આદત છે, જે લોકોને તમારાથી દૂર કરે છે. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ નથી કરતાં, ત્યારે લોકો તમને સ્વાર્થી માને છે. તમારી સ્વાર્થી ઈમેજને કારણે લોકો તમારી કદર કરવાનું પણ છોડી દે છે.