Air Pollution: પ્રદુષણના કારણે બાળકોમાં વધી રહી છે પેટ સંબંધિત બીમારીઓ
નવી મુંબઇ,તા. 4 નવેમ્બર 2023, શનિવાર
આજના સમયમાં હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે જેના કારણે વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. લોકોની જીવન શૈલી પણ બદાલાઇ ગઇ છે, પ્લાસ્ટિકનો વપરાશ,પાણીનો બગાડ અને એર પોલ્યુશન પણ એટલું જ વધી ગયુ છે.
પ્રદૂષણને કારણે દિલ્હી, નોઈડા, એનસીઆરમાં હવાની ગુણવત્તા બગડી છે.જેની અસર સીધી બાળકો પર થઇ રહી છે. ખાસ કરીને નાના બાળકો પ્રદુષણનો શિકાર બની રહ્યા છે. પ્રદૂષિત હવામાં નાઈટ્રોજન અને સલ્ફર જેવા વાયુઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે બાળકોના ફેફસાં સુધી પહોંચે છે અને તેમાં ચેપ ફેલાવે છે.
હવા પ્રદુષિત થવાથી બાળકોને પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો વગેરે થઇ રહ્યાં છે. આટલું જ નહીં, ફેફસાં બ્લોક થવાને કારણે બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમાં શ્વાસની તકલીફ, ઉધરસ, અસ્થમા અને ઉલ્ટી અને ઝાડાનો સમાવેશ થાય છે.
પૂરતા પ્રમાણમાં પાણી આપો
બાળકોને પ્રદૂષણની અસરોથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીને તેમને હાઈડ્રેટ રાખવા જોઈએ. જો બાળકોના શરીરમાં પાણીની માત્રા પર્યાપ્ત હોય તો તે પ્રદૂષણને કારણે બનેલા ઝેરી પદાર્થોને સરળતાથી બહાર કાઢી નાખે છે. આનાથી બાળકોને ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. તેથી, માતાપિતાએ તેમના બાળકોની કાળજી લેવી જોઈએ અને તેમને પુષ્કળ પાણી પીવડાવવું જોઈએ.
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવી
પ્રદૂષણને કારણે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેથી સૌથી પહેલા બાળકોને પૌષ્ટિક આહારમાં શાકભાજી, ફળો, દૂધ, ઈંડા વગેરેનો સમાવેશ થવો જોઈએ. વિટામિન સી અને ઝિંક ધરાવતી વસ્તુઓ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આ ઉપરાંત વ્યાયામ, યોગ અને પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે.
માસ્ક પહેરો
જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે બાળકોએ માસ્ક પહેરવું જ જોઈએ. માસ્ક પહેરવાથી બાળકોના મોં અને નાક સુધી પ્રદૂષણ પહોંચતું નથી. તેનાથી થોડી રાહત મળી શકે છે.