લગ્ન બાદ ભૂલથી પણ પતિને આવા શબ્દો ન બોલવા, નહીતર તૂટી શકે છે રિલેશન
ઝઘડા તો દરેકના ઘરમાં થાય છે, પરંતુ દરમિયાન વધુ પડતુ બોલી જવાય છે અને પછી અફસોસ થાય છે
આથી આજે જાણીએ કે ગુસ્સામાં શું ન બોલવું જોઈએ
Things to Never Do in an Argument with Your Partner: કહેવાય છે કે જે સંબંધમાં ઝઘડો ન થતા હોય ત્યાં પ્રેમ પણ નથી હોતો. આથી એવું ક્યારેય ન કહી શકાય કે આખો દિવસ ઝઘડો કરતા રહો. એવામાં ક્યારેક ગુસ્સામાં લોકો એવી વાતો પણ કહી દે છે કે એ સાંભળીને સામેનો વ્યક્તિ શાંત થવાના બદલે વધુ ગુસ્સે ભરાય જાય છે અને સંબંધ તૂટવાની અણી પર આવી જાય છે. તો આજે એવી બાબતની વાત કરીશું કે જે ગુસ્સે ભરાયેલા પતિને ન કહેવી જોઈએ.
આ વાતો પતિને વધુ ગુસ્સે કરી શકે છે
જયારે તમારા પતિ ગુસ્સે હોય ત્યારે મારો બોયફ્રેન્ડ તમારા કરતા સારો હતો એવું કહેવાનું ટાળવું જોઈએ. આવું કહેવાથી તે વધુ ગુસ્સે થઇ શકે છે અને તમારો સંબંધ તૂટી શકે છે. આથી બને ત્યાં સુધી ક્યારેય કોઈની સરખામણી ન કરવી જોઈએ
આ સિવાય તમારે એવું પણ ક્યારેય ન કહેવ્યું જોઈએ કે મ તમને પ્રેમ કરીને ભૂલ કરી છે. ગુસ્સે હોય ત્યારે તો ઠીક પણ સામાન્ય પરિસ્થિતિમાં પણ આવું ન બોલવું જોઈએ. આ વાત તમારા પાર્ટનરને ખુબ જ દુ:ખી કરી શકે છે
ઘણી વખત પતિ ઈચ્છે છે કે તમે તેને સમજો અને ઝઘડાનું સાચું કારણ ઓળખો, પરંતુ જો તમે ગુસ્સે થઈને જયારે તેમે તમારા પતિને કહો છો કે, 'ગુસ્સામાં રહો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે વાત કરો' તો તે પણ ખોટું છે. તેનાથી તેમને લાગશે કે તમે તેમનું સન્માન પણ નથી કરતા.
ઘણી વખત કોઈ છોકરી ગુસ્સામાં હોય ત્યારે કહે છે કે, 'દરેક નાની વાતમાં ઝઘડાઓ કરવા છે બસ, તું પ્રેમને લાયક જ નથી' આવા શબ્દપ્રયોગ કરવામાં આવે છે. પરંતુ આવા શબ્દોને પણ સંપૂર્ણપણે ટાળવા જોઈએ. જો તમે ગુસ્સામાં તમારા પતિને આવું કંઈક કહો છો, તો તેનાથી તે વધુ ગુસ્સે થઈ શકે છે અને તમારા સંબંધને પણ ઘણું નુકસાન થઇ શકે છે.