Gardening Tips: શિયાળામાં ઘરમાં રહેલા છોડને ઠંડીથી બચાવવા માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, લીલોછમ રહેશે બગીચો

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
Gardening Tips: શિયાળામાં ઘરમાં રહેલા છોડને ઠંડીથી બચાવવા માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, લીલોછમ રહેશે બગીચો 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 02 ડિસેમ્બર 2023 શનિવાર

વધુ ઠંડી વૃક્ષ-છોડ માટે પણ યોગ્ય માનવામાં આવતી નથી. ખાસ કરીને હાઉસપ્લાન્ટ માટે. તેથી ઠંડીની સીઝનમાં એ જાણવુ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે કે વૃક્ષોને ઠંડીથી કેવી રીતે બચાવવા. ઘણી વખત તમે જોયુ પણ હશે કે શિયાળાની સીઝનમાં ઘરમાં લગાવેલા તમામ છોડ કરમાઈ જાય છે. તેનું સૌથી મોટુ કારણ ઠંડીની સીઝનમાં તાપમાન ઘટી જવુ. આ સ્થિતિમાં તેમને આપવામાં આવતુ પાણી અને ખાતર બેકાર થઈ જાય છે. દરમિયાન હાઉસપ્લાન્ટ્સ કે ગરમી પસંદ કરનાર છોડ (ફળ, શાકભાજી, ફૂલ તથા અન્ય બારમાસી છોડ) ની શિયાળામાં વધુ સારસંભાળની જરૂર હોય છે. આવુ કરવાથી તમે ન માત્ર પોતાના બગીચાને લીલુછમ રાખી શકો છો પરંતુ વસંત ઋતુમાં છોડનો હેલ્ધી અને સારો ગ્રોથ પણ કરાવી શકશો. જોકે, છોડને અલગ-અલગ સીઝનમાં અલગ રીતે સારસંભાળની જરૂર હોય છે.  

શિયાળાની સીઝનમાં છોડને ઠંડીથી બચાવવાની 5 સરળ ટિપ્સ

પાણીનું ધ્યાન રાખો

વિંટર સીઝનમાં મોટાભાગે છોડ નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે છે, જેનાથી તેમના વિકાસ પર અસર પડે છે. તેથી ઠંડીની સીઝનમાં છોડને હંમેશાની જેમ પૂરતા પ્રમાણમાં પાણી આપવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી તમારો છોડ મરી પણ શકે છે. તેથી ઠંડીની સીઝનમાં છોડને ત્યારે જ પાણી આપો, જ્યારે તેને વધુ જરૂર હોય. આ સીઝનમાં જો તમે છોડને પાણી આપવા જઈ રહ્યા છો તો તેના પહેલા માટીની ભીનાશ જરૂર જુઓ. જો માટીની પરત 2-3 ઈંચ સૂકી હોય તો તમે છોડને પાણી આપી શકો છો

છોડનું મલ્ચિંગ કરો

શિયાળામાં મલ્ચ છોડની સારસંભાળ માટેનો એક મહત્વનો ભાગ છે. ઠંડીમાં તાપમાન ઘટવા અને વાતાવરણમાં ભેજના કારણે ઘણીવખત છોડને ખૂબ નુકસાન થાય છે. આ જ કારણ છે કે શિયાળાથી છોડના બચાવ માટે મલ્ચિંગ જરૂરી હોય છે કેમ કે મલ્ચિંગ છોડની આસપાસના ભેજને સૂકવીને માટીમાં તાપમાનને જાળવી રાખે છે અને છોડના મૂળને પૂરતા પ્રમાણમાં ગરમી આપે છે, જેનાથી છોડ સુરક્ષિત રહે છે. આ માટે તમે 3-5 ઈંચ મોટી પરતથી મલ્ચિંગ કરી શકો છો. 

છોડને ઘરની અંદર રાખો

ઘરની બહાર રાખેલા છોડને ઠંડીનું જોખમ વધુ હોય છે. દરમિયાન છોડને ઘરની અંદર રાખો કેમ કે બહારની અપેક્ષાએ ઘરની અંદરનું તાપમાન ઓછુ હોય છે, જેનાથી છોડ યોગ્ય રીતે વિકાસ કરે છે. કેમ કે હોમ ગાર્ડનના કૂંડામાં લાગેલા ઘણા છોડ એવા હોય છે, જે ઠંડીના પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. દરમિયાન તમે આ છોડને પોતાના ઘરની અંદર કોઈ તડકાવાળા સ્થળ કે બારીની પાસે વાળા સ્થળ પર રાખી શકો છો. જેથી તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી શકે.  

છોડને કવર કરો

હોમ ગાર્ડનમાં રાખેલા પોટેડ પ્લાન્ટ્સને શિયાળાથી બચવા માટે સરળતાથી મૂવ કરી શકાય છે પરંતુ ગાર્ડનની માટીમાં કે કોઈ મોટા આકારના છોડમાં લાગેલા છોડને મૂવ કરવુ સરળ હોતુ નથી. તેથી શિયાળાની સીઝનમાં હોમ ગાર્ડનમાં લાગેલા છોડને કોઈ ઠંડીરોધી કવરથી ઢાંકી દેવુ જોઈએ. આવુ કરવાથી છોડનો વિકાસ યોગ્ય રહે છે. આ માટે તમે આઉટડોર પ્લાન્ટ્સને પોલીથિન, ફેબ્રિક પ્લાન્ટ કવર, કાર્ડબોર્ડ બોક્સ કે પ્લાસ્ટિક બોક્સથી કવર કરી શકો છો.

છોડનું પ્રૂનિંગ કરો

શિયાળાની સીઝનમાં ઠંડા પવનના કારણે ઘણી વખત છોડના પાંદડા કરમાઈ જાય છે. જે બાદ ધીમે-ધીમે ગાર્ડનના કૂંડામાં લાગેલા છોડ પણ નષ્ટ થવા લાગે છે. સૂકા અને કરમાયેલા પાંદડા, છોડથી તેમની ઉર્જા અને પોષક તત્વ ખેંચવાનું કામ કરે છે. જેનાથી બીજા પાંદડા પણ ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં ઠંડીથી પોતાના છોડને બચાવવા માટે પાંદડા અને ડાળીઓને કોઈ ગાર્ડનિંગ ટૂલ્સ જેમ કે પ્રૂનર કે પ્રૂનિંગ કાતરની મદદથી કાપીને હટાવી દો. આ સિવાય સંક્રમણથી બચવા માટે પાંદડાને પણ સાફ કરો.


Google NewsGoogle News