શું તમે લાંબા સમય સુધી એસીમાં બેસવાની ભૂલ કરો છો? જાણી લો 6 નુકસાન
AC Side Effects: ઉનાળામાં AC ની હવા જેટલી આરામદાયક લાગે છે, તેટલી જ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. ગરમીથી રાહત મેળવવા માટે એસી ઉત્તમ છે, પણ શું તમે જાણો છો કે તેની હવા તમારા શરીરને કેટલું નુકસાન પહોંચાડી રહી છે? એસીની હવા શરીરમાંથી ભેજ શોષી લે છે, જેમાં સ્કિન, વાળ, નાક અને ગળાનો સમાવેશ થાય છે. જે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. એવામાં જાણીએ કે એસીમાં લાંબો સમય સુધી બેસી રહેવાથી શું ગેરફાયદા થાય છે.
1. ડિહાઇડ્રેશન
એસીમાં રહેવાથી શરીરમાંથી પાણી ઓછું થાય છે, જેના કારણે સ્કિન, વાળ, નાક, ગળું અને મોં ડ્રાય થવા લાગે છે. એસી રૂમમાંથી ભેજ શોષી લે છે, જેનાથી સ્કિન ડ્રાય અને નિર્જીવ બની જાય છે. આંખોમાં બળતરા અને શુષ્કતા અનુભવવા લાગે છે. ઠંડા વાતાવરણમાં, વ્યક્તિને તરસ ઓછી લાગે છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે. આનાથી બચવા માટે, તરસ ન લાગે તો પણ નિયમિતપણે પાણી પીતા રહો.
2. આંખોમાં ડ્રાયનેસ
એસીની હવાનાં કારણે આંખો પણ ડ્રાય થઈ જાય છે. તેના કારણે અનેક સમસ્યાઓ થઇ શકે છે. શુષ્ક આંખો ખંજવાળ અને બળતરાનું કારણ બની શકે છે. આનાથી આંખો લાલ થઈ શકે છે, દ્રષ્ટિ ઝાંખી પડી શકે છે, આંખમાં દુખાવો અને તાણ થઈ શકે છે, અથવા આંખના ઇન્ફેકશનનું જોખમ વધી શકે છે.
3. શરીરમાં તેલના ઉત્પાદનમાં ઘટાડો
એસી હવાને કારણે શરીરનું કુદરતી તેલ ઓછું થવા લાગે છે. આના કારણે શરીરમાં પરસેવો ઓછો થવા લાગે છે અને સ્કિનના કોષોને નુકસાન થવા લાગે છે. ડ્રાય સ્કિન અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે ખરજવું અથવા સોરાયસિસ. એસીની હવા સ્કિન પર કરચલીઓ અને વૃદ્ધત્વ જેવી સમસ્યાઓનું કારણ બને છે.
4. શ્વાસ લેવામાં તકલીફ
એસીની હવા શરીરને ઠંડક આપે છે, પરંતુ તેની હવા શ્વાસની સમસ્યાઓ વધારી શકે છે. એસી હવા શરીરમાં ઓક્સિજન પાઇપમાં શુષ્કતાનું કારણ બને છે, જેના કારણે નાક પણ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
આ પણ વાંચો: ખોટી રીતે વૉકિંગ ભારે પડી જશે, સ્વાસ્થ્યને થશે માઠી અસર, 5 ભૂલ કરતાં જરૂર બચો!
5. સાંધા અને હાડકામાં દુખાવો
એસીની હવા શરીરના હાડકાં અને સ્નાયુઓને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. એસી હવા શરીરમાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે, જેના કારણે હાડકામાં દુખાવો થાય છે.
6. એલર્જી અને ચેપની સમસ્યા
ધૂળ, માટી અને પ્રદૂષણના કણો AC હવા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. આ હવા દ્વારા તમારી સ્કિન પર જમા થાય છે અથવા નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, જે ખૂબ જ હાનિકારક છે. આ ઉપરાંત, એસીની હવામાં બેક્ટેરિયા અને વાયરસ પણ હોય છે, જે ચેપનું કારણ બની શકે છે.