તમારા કિશોરવયના બાળકોને આટલું જરૂર શીખવો, નાની ઉંમરે આ કામ કરશે તો જીવનમાં પાછળ નહીં રહે
Image:FreePik
નવી મુંબઇ,તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર
કોઇ પણ મા બાપ માટે પોતાના બાળકોનો કરવો પડકારથી ઓછુ નથી. બાળકને શું કહેવુ શું શીખવુ કોના અને કેવી રીતે વાત કરવી , અજાણ્યા સાથે વાત કરવી કે નહીં? વગેરે બાબતો પણ માતા પિતા બાળકને શીખવતા હોય છે, ત્યારે અહીં કેટલીક એવી વસ્તુઓ પણ આપી છે જે કિશોરવયના બાળકોને શીખવવી આજના સમય માટે ખૂબ જરુરી છે. આગળ જતા લાડ પ્રેમથી મોટા થયેલા બાળકો બગડી ન જાય કે પૈસાની વેલ્યુ કરવાનું ના ભૂલી જાય તે પણ જરુરી છે. કારણ કે જે વાતો બાળકને શીખવાડવામાં આવે છે તે આગળ જઇને તેમની આદતો બની જાય છે.
જેમ જેમ બાળકો મોટા થાય છે, તેઓ તેમના સ્વાસ્થ્ય સિવાય તેમના જીવનમાં બીજું બધું મહત્વનું માનવા લાગે છે. તેથી, 15 વર્ષના બાળકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ રહેવાનું શીખવો. તેમને તંદુરસ્ત ખોરાક ખાવાનું કહો, સારી જીવનશૈલી શું છે તે પણ શીખવુ જરુરી છે.
હેલ્થ
જેમ જેમ બાળકો મોટા થાય છે, તેઓ તેમના સ્વાસ્થ્ય સિવાય તેમના જીવનમાં બીજું બધું મહત્વપૂર્ણ માને છે. તેથી, 15 વર્ષના બાળકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ રહેવાનું શીખવો. તેમને તંદુરસ્ત ખોરાક વિશે કહો અને સારી જીવનશૈલી શું છે તે શીખવો.
ટાઇમ મેન્જમેન્ટ
જ્યારે બાળકો ઇન્ડિપેન્ડ થવા લાગે છે ત્યારે તે તેમના સમયનું યોગ્ય રીતે મેનેજમેન્ટ નથી કરી શકતા. તેઓ એવા કાર્ય માટે વધુ સમય આપે છે જેના માટે તેમને ઓછો સમય ફાળવવો પડ્યો હતો અને કોઇ જરુરી વસ્તુને ટાઇમ ઓછો હોવાના કારણે સ્કિપ કરી દે છે. પરંતુ તેમના બાળકને યોગ્ય સમય વ્યવસ્થાપન શીખવવાનું કામ માતાપિતાનું છે.
સ્વસ્છતા
બાળકોને સાફ સફાઇ કરતા પણ શીખવુ જોઇએ. માતાપિતાએ તેમના બાળકોને 15 વર્ષની ઉંમરે સ્વચ્છતા વિશે જણાવવું જોઈએ. ઉપરાંત, બાળકોને શીખવવું જોઈએ કે આ તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે.ધીરે ધીરે તેમને નાના નાના કામ કરાવતા રહેવુ જોઇએ અને જો તેઓ ગંદકી કરે તો શીખવવુ જોઇએ કે આ ખોટુ છે.
પૈસાની કિંમત
તમે 15 વર્ષની ઉંમરે નાના બાળકોને પૈસાની સાચી કિંમત સમજાવવી જોઇએ. આ તેમના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને નાના કાર્યો કરાવો અને તેના માટે પૈસા આપો અને તેનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવો. આમ તેઓ શીખશે કે પૈસા કેટલા જરુરી છે અને કેવી રીતે બચાવી શકાય.
એકલા મુસાફરી
ઘણા લોકો એવું વિચારે છે કે, આટલી નાની ઉંમરે બાળકને ક્યાંય પણ એકલું ન છોડવું જોઈએ.બાળકને ઘરમાં જ રાખે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે, આ ઉંમર સુધીમાં બાળકના મગજનો ખૂબ જ વિકાસ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે તેને હળવી પરિસ્થિતિઓમાં ક્યાંક એકલા જવાનું શીખવો છો, તો તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે.