Diwali Domestic Vacation places: પ્રકાશના તહેવારનો અનુભવ કરવા માટે 5 લોકપ્રિય ભારતીય સ્થળો
Diwali celebration In India: જેમ જેમ દિવાળી નજીક આવે છે, વિશ્વના ખૂણેખૂણેથી લોકો દિવાળીની ઉજવણીની ભવ્યતાના સાક્ષી બનવા માટે ભારત આવે છે. દિલ્હીની ખળભળાટવાળી શેરીઓથી લઈને વારાણસીના શાંત ઘાટો સુધી, અને જયપુરના ભવ્ય મહેલોથી લઈને ગોવાના અદભૂત દરિયાકિનારા સુધી, દેશ આ તહેવારોની મોસમ દરમિયાન વિવિધ સંસ્કૃતિની દિવાળીની ઉજવણીનો અનુભવ કરી શકાય છે. આજે ભારતના એવા પાંચ સ્થળો વિષે જાણીશું જે તમને પરંપરા, સંસ્કૃતિ અને દિવાળીની ઉજવણી કરવા માટે બેસ્ટ છે.
1. વારાણસી/ બનારસ
ઉત્તર ભારતમાં આવેલુ વારાણસી પવિત્ર ગંગા નદીના કિનારે આધ્યાત્મિક મહત્વ ધરાવતું શહેર છે. જે વિશ્વના સૌથી જુના શહેરમાંથી એક છે. વારાણસી એટેલે કે કાશી તેના વિવિધ ઘાટ માટે જાણીતું છે, જ્યાં યાત્રાળુઓ ધાર્મિક વિધિઓ કરે છે. પવિત્ર ગંગા નદીમાં સ્નાન સાથે વારાણસીની વાઈબ્રન્ટ બજારોમાં ફરવાની પણ એક મજા છે. તેમજ કાશીની સાંકડી ગલીઓ અને અસંખ્ય મંદિરો એક આધ્યાત્મિક આભાનો અનુભવ કરાવે છે. આ સાથે ગંગાની આરતી અને સ્ટ્રીટનો પણ લાભ લઇ શકાય છે. જો તમે લાંબો સમય વારાણસીમાં રહો છો, તો તમે ભગવાનની દિવાળી એટલે કે દેવ દિવાળીનો લાભ પણ લઇ શકો છો. જે સુપ્રસિદ્ધ ગંગા મહોત્સવ ઉત્સવના ભાગરૂપે યોજાય છે.
બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- ગંગા આરતી, કાશીના ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, માં અન્નપૂર્ણા મંદિર, સંકટ મોચન હનુમાન મંદિર, વિશ્વનાથ ગલી, બનારસ હિંદુ યુનિવર્સિટી.
ટ્રેન ટીકીટ- SL - Rs 655, 3A - Rs 1715, 2A - Rs 2465
લોકલ ટ્રાન્સપોર્ટ- અંદાજે Rs 200 - 400
ફૂડ- અંદાજે Rs. 200 - 400
2. જયપુર- ગુલાબી નગરી
રાજસ્થાનની રાજધાની જયપુર તેના સમૃદ્ધ ઈતિહાસ અને ભારતના પ્રથમ આયોજિત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે. તેના રંગીન રત્નો માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. 1876 માં, પ્રિન્સ ઑફ વેલ્સ ભારતના પ્રવાસે આવ્યા હતા. ગુલાબી રંગ આતિથ્યનું પ્રતીક હોવાથી, જયપુરના મહારાજા રામ સિંહે આખા શહેરને ગુલાબી રંગે રંગ્યું હતું. આથી જ ગુલાબી નગરી તરીકે ઓળખાય છે. અહી ધનતેરસથી દિવાળીના પર્વની ઉજવણી શરુ થાય છે જેમાં નાહરગઢ કિલ્લો અને અન્ય પ્રખ્યાત સ્મારકોને લાઇટિંગથી સજાવવામાં આવે છે.
બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- સમોદ, જૈનવાસ ઉધ્યાન ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો, અંબર પેલેસ, સીટી પેલેસ, જંતર મંતર, હવા મહેલ, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ (સેન્ટ્રલ મ્યુઝિયમ), નાહરગઢ કિલ્લો, જહાંગીર કિલ્લો, બિરલા મદિર, જલ મહેલ, ગાયતોર (રાજાઓના સ્મારક), સિસોદિયા રાની પેલેસ અને ગાર્ડન, વિદ્યાધર ગાર્ડન, અનોખી મ્યુઝિયમ ઑફ હેન્ડ પ્રિન્ટિંગ, જયપુર વેક્સ મ્યુઝીયમ, નાહરગઢ બાયોલોજિકલ પાર્ક, સાંભર લેક, રાજકીય કથાઓ પર મ્યુઝિય.
ટ્રેન ટીકીટ- SL - Rs 385, 3A - Rs 1005, 2A - Rs 1005
લોકલ ટ્રાન્સપોર્ટ- અંદાજે Rs. 100 - 500
ફૂડ- અંદાજે Rs. 250 - 450
3. કોલકાતા
કોલકાતાને સીટી ઓફ જોય તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૂર્વ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક મહત્વ, કલાત્મક યોગદાન માટે આ શહેર જાણીતું છે. આ શહેર તેના સ્થાપત્ય, સાહિત્યિક વારસો તેમજ ક્રિકેટ પ્રેમ માટે પણ પ્રખ્યાત છે. કોલકાતા પરંપરાઓ, વિવિધ વાનગીઓ અને તેના ઉત્સવો માટે પણ ખુબ જ પ્રખ્યાત છે. જે તેને પ્રવાસીઓ માટે મનમોહક સ્થળ બનાવે છે. દિવાળી પર શહેરના પ્રખ્યાત કાલી પૂજા પંડાલોની મુલાકાત પણ લઈ શકાય છે તેમજ કાલીઘાટ મંદિર અથવા દક્ષિણેશ્વર મંદિર, જ્યાં સેંકડો ભક્તો કાલી દેવીની પૂજા કરે ત્યાં પણ જઈ શકાય છે.
બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- વિક્ટોરિયા મેમોરિયલ, હાવડા બ્રીજ, દક્ષિણેશ્વર કાળી મંદિર, નિક્કો એમ્યુઝમેન્ટ પાર્ક, ઇન્ડિયન મ્યુઝીયમ, કાલીઘાટ મંદિર, અલીપુર ઝૂલોજિકલ ગાર્ડન્સ, કોલકાતા રેસકોર્સ, માર્બલ પેલેસ, ઇકો ટુરિઝમ પાર્ક, ઈડન ગાર્ડન, જોરાસંકો ઠાકુરબારી, નેશનલ લાઈબ્રેરી, મધર હાઉસ, એમપી બિરલા પ્લેનેટોરિયમ, બેલુર મઠ, ફોર્ટ વિલિયમ, બિરલા મદિર, સાયન્સ સીટી, આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન, રાઈટર્સ બિલ્ડીંગ, શહીદ મીનાર, રવીન્દ્ર સદન, રાજ ભવન, પ્રીન્સેપ ઘટ, પાર્ક સ્ટ્રીટ.
ટ્રેન ટીકીટ- SL - Rs 805, 3A - Rs 2095, 2A - Rs 3030
લોકલ ટ્રાન્સપોર્ટ- અંદાજે Rs. 250 - 300
ફૂડ- અંદાજે Rs. 200 - 500
4. મૈસૂર
મૈસુર, કર્ણાટકની આ સાંસ્કૃતિક રાજધાની, માત્ર ભવ્ય ભૂતકાળની જ સમૃદ્ધિ નથી પરંતુ તળાવો, ધોધ અને બગીચાઓના પ્રાકૃતિક મનોહર સૌંદર્ય સાથે ઐતિહાસિક વૈભવ ધરાવે છે. મૈસૂરમાં જોવા માટે ઘણા લોકપ્રિય સ્થળો છે. મૈસુરમાં મુલાકાત લેવાના સ્થળોમાં ધાર્મિક સ્થળોથી માંડીને રમણીય સ્થળો પણ છે. મધ્યયુગીન શહેર મૈસૂર પણ દિવાળીની આસપાસ ફરવા માટે એક જબરદસ્ત સ્થળ છે. મૈસૂર પેલેસ, શહેરનું પ્રાથમિક આકર્ષણ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ, તહેવારોની સમગ્ર મોસમ દરમિયાન દીપી ઉઠે છે અને દર વર્ષે હજારો મુલાકાતીઓને આકર્ષે છે.
બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- મૈસૂર પેલેસ/ આંબા વિલાસ પેલેસ, જયાલક્ષ્મી વિલાસ પેલેસ, સેન્ટ ફિલોમેના ચર્ચ, બાયલાકુપ્પે બૌદ્ધ સુવર્ણ મંદિર/ નામડ્રોલિંગ મઠ, ચામુંડેશ્વરી મંદિર, ચામુંડી હિલ્સ, કૃષ્ણ રાજા સાગરા ડેમ, લલિતા મહેલ પેલેસ, ટીપુ સુલતાન અને હૈદર અલી/ગુમ્બાઝની કબરો, સોમનાથપુર મંદિર/ચેન્નકેસવ મંદિર, ત્રિનેશ્ર્વરસ્વામી મંદિર, લિંગબુડી તળાવ, કરંજી તળાવ, કુક્કરહલ્લી તળાવ, મૈસૂર રેલ મ્યુઝિયમ, મેલોડી મ્યુઝિયમ, વર્લ્ડ મ્યુઝિયમ, સેન્ડ મ્યુઝિયમ. , જયચામરાજેન્દ્ર આર્ટ ગેલેરી, ફોકલોર મ્યુઝિયમ, ચમરાજેન્દ્ર એકેડેમી ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, પ્રાકૃતિક ઇતિહાસ મૈસુરનું પ્રાદેશિક સંગ્રહાલય, રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય, શુકા વાના, દેવરાજા માર્કેટ, સરકારી સિલ્ક ફેક્ટરી.
ટ્રેન ટીકીટ- SL - 700, 3A - 1865, 2A - 2705
લોકલ ટ્રાન્સપોર્ટ- અંદાજે Rs. 100 - 300
ફૂડ- અંદાજે Rs. 100 - 500
5. અયોધ્યા
ભારતના પવિત્ર શહેરો પૈકીના એક તરીકે, અયોધ્યા, ખાસ કરીને રામાયણ સાથે જોડાયેલું હોવાથી પ્રસિદ્ધ છે, અત્યંત ભવ્યતા સાથે દિવાળીની ઉજવણી માટે જાણીતું છે. એવું નોંધવામાં આવ્યું છે કે 2018માં, અયોધ્યાએ સરયુ નદીના કિનારે 3,00,000થી વધુ માટીના દીવા પ્રગટાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. અયોધ્યામાં દિવાળીનો એક આનંદદાયક અનુભવ રહી શકે છે.
બેસ્ટ ટુરિસ્ટ અટ્રેકશન- રામ કી પાયડી, જૈન મંદિર, બિરલા મંદિર, ગુલાબ બારી, બહુ બેગમ કા મકબરા, કનક ભવન, નયા ઘાટ, ગુપ્તાર ઘાટ, લશ્કરી મંદિર
ટ્રેન ટીકીટ- SL - 600, 3A - 1600, 2A - 2315
લોકલ ટ્રાન્સપોર્ટ- અંદાજે Rs 200-500
ફૂડ- અંદાજે Rs.200-300