શરીરની સાથે સાથે દિમાગને પણ સ્વસ્થ રાખવુ જરુરી, આ રીતે રાખી શકાય માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત
Image: freepik
નવી મુંબઇ,તા. 5 ઓક્ટોબર 2023,ગુરુવાર
જે રીતે આપણને આપણું શરીર સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે તેવી જ રીતે આપણે આપણાં મગજને પણ હેલ્ધી રાખવાની ઘણી જરૂર હોય છે. દિમાગ વધતી ઉંમર સાથે યાદશક્તિને ધીમ-ધીમે ઓછી કરવા લાગે છે. જેના કારણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સિવાય હાલની જનરેશન પણ કામને લઇને સ્ટડીને લઇને ડિપ્રેશન અને ટેન્સન લેતી રહે છે. ત્યારે દિમાગનું પણ ધ્યાન રાખવુ જરુરી બની જાય છે.
જાણો, કઇ બાબતોના આધારે તમે તમારા માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી શકો છો.
ડાન્સ
જ્યારે તમે ઉદાસી અનુભવો છો, ત્યારે થોડીવાર માટે તમારી મનપસંદ ધૂન પર ડાન્સ કરો.ડાન્સ માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી તે તમને માનસિક રીતે ફિટ રહેવામાં પણ મદદ કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે ડાન્સ કરવાથી વધારાની કેલરી પણ બર્ન થઈ શકે છે, તેથી જ્યારે તમે એક કાંકરે બે પક્ષીઓને મારી રહ્યા હોવ, તો તે પ્રયાસ કરવા યોગ્ય છે.
યોગ અને ધ્યાન કરવું
Image: freepik
જો તમે નાની નાની બાબતો પર ખૂબ જ જલ્દીજ પરેશાન થઈ જાઓ છો અને કામમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, તો આ પરિસ્થિતિનો સામનો કરવાનો સૌથી સહેલો અને અસરકારક રસ્તો છે ધ્યાન કરવું.
સવારે થોડું વહેલું ઉઠવાની અને યોગ અને ધ્યાન કરવાની ટેવ પાડો. તમને ખ્યાલ આવશે કે તે, તમારા જીવનમાં કેટલો ફરક લાવી રહ્યો છે. શરૂઆતમાં તમને ધ્યાન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીમે ધીમે તમને તેની આદત પડી જશે. માનસિક રીતે સ્વસ્થ રહીને તમે અલ્ઝાઈમર જેવા વય-સંબંધિત રોગોનું જોખમ પણ ઘટાડી શકો છો.
ચેસ, સુડોકુ જેવી રમતો રમવી
સ્પોર્ટસમાં ઘણી ગેમ્સ છે જે રમીને તમે દિમાગને પણ સ્વસ્થ રાખી શકો છો. તમારા મગજની કસરત કરવા માટે ચેસ, સુડોકુ જેવી ગેમ્સ રમતા રહોય. આવી રમતોમાં મગજને થોડી વધુ કસરત કરવી પડે છે, જેના કારણે તે થાકતો નથી પરંતુ સ્વસ્થ રહે છે અને ઘણી બીમારીઓનું જોખમ ઘટાડે છે.
નવી ભાષા શીખો
અલગ અલગ ભાષાઓ શીખતા રહો.મનને સ્વસ્થ અને પ્રસન્ન રાખવામાં પણ નવી વસ્તુઓ શીખવી ખૂબ જ ફાયદાકારક છે. આ કૌશલ્યો કોઈપણ પ્રકારની હોઈ શકે છે, પછી તે સંગીતનું સાધન હોય, ચિત્રકામ હોય કે નવી ભાષા હોય. વિવિધ ભાષાઓ શીખવાથી મન તેજ થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે.