ઉનાળામાં સનટેનની સમસ્યા થશે દૂર, ઘરે પાછા ફરતાંની સાથે જ કરો 4 ઉપાયો
Home Remedy For Sun Tanning: ઉનાળાની ઋતુમાં તડકો, પરસેવો, ધૂળ અને પ્રદૂષણના કારણે ત્વચા પર સૌથી વધુ અસર થાય છે. જેના કારણે સ્કીન ટેન થઈ જાય છે. આ સાથે જ ગરમીના કારણે ફોલ્લીઓની સમસ્યામાં પણ વધારો થાય છે. તેમજ તડકાના કારણે ચહેરા પર ચીકણાપણું, બળતરા અને લાલાશ જેવી સમસ્યાઓ જોવા મળે છે અને ચહેરો તેની કુદરતી ચમક ગુમાવવા લાગે છે. એવામાં આજે સ્કીનની ટેનિંગ દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય જોઈએ.
મિનિટોમાં ત્વચા પરથી ટેનિંગ દૂર કરવાની રીતો
હળદર અને ચણાનો લોટ
હળદર અને ચણાના લોટથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરીને ત્વચાની ટેનિંગ ઘરે સરળતાથી દૂર કરી શકાય છે. આ ટિપને અનુસરવા માટે, પહેલાં બે ચમચી ચણાનો લોટ અડધી ચમચી હળદર, એક ચમચી ગુલાબજળ અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરો. આ પછી, આ તૈયાર કરેલી પેસ્ટને ફેસવોશ કરીને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. નિર્ધારિત સમય પછી, ત્વચાને ધોઈને સાફ કરો. તમે આ ફેસ પેક દર બીજા દિવસે લગાવી શકો છો.
એલોવેરા જેલ
ઉનાળામાં સ્કીન પર એલોવેરા જેલનો ઉપયોગ તડકાથી થયેલા ડેમેજને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે પણ તમારી સ્કીનને સન ડેમેજથી બચાવવા માંગતા હો, તમારી સ્કીન પર નેચરલ એલોવેરા જેલનો ઉપયોગ કરો.
દહીંનો ફેસ પેક
જો તમારી સ્કીન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બર્ન થઈ ગઈ છે અને કાળી પડી રહી છે, તો તેના માટે દહીંના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. દહીં સ્કીનને ઠંડક આપીને સ્કીનનો રંગ સાફ કરવામાં મદદ કરે છે. સારા રિઝલ્ટ માટે તમે દહીંમાં હળદર પણ મિક્સ કરી શકો છો.
આ પણ વાંચો: રાતે ઊંઘતા પહેલા દૂધમાં એક ચુટકી જાયફળનું પાઉડર નાખી પીઓ, ફાયદા જાણી ચોંકશો
બટાકા
બટાકાને સ્કીન પર લગાવવાથી પણ સન ટેનની સમસ્યામાંથી રાહત મળી શકે છે. બટાકામાં વિટામિન સી, કેટેકોલેઝ નામનું એન્ઝાઇમ અને કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે જે સ્કીનને ચમકદાર બનાવવામાં, સ્કીનટોન સમાન કરવામાં અને કાળા ડાઘ હળવા કરવામાં મદદ કરે છે. તડકામાંથી પાછા ફર્યા પછી તમે સ્કીન પર બટાકાનો રસ લગાવી શકો છો.