4 મંત્રો દ્વારા બાળકના દિવસની શરુઆત કરાવો, મગજ પર થશે સકારાત્મક અસર...
Morning Mantra: જો દિવસની શરુઆત સારી થાય તો આખો દિવસ ખૂબ જ સારો જાય છે. એટલા માટે વડીલો હંમેશા દિવસની શરુઆત શાંત અને પોઝિટિવ રીતે કરવા પર ભાર મૂકે છે. ખાસ કરીને બાળકોમાં તો આ આદત બાળપણથી કેળવવી જોઈએ. આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે બાળપણ જ એ સમય છે જ્યારે બાળકો પોતાનું ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા હોય છે. આ સમયે તેઓ ઘણું બધુ નવું શીખી રહ્યા હોય જે આગળ જતાં તેના ભવિષ્યને આકાર આપે છે. આ માટે તેમનું માનસિક સ્વાસ્થ્ય, ધ્યાન અને એકાગ્રતા સારી હોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં જો બાળકોના દિવસની શરુઆત કેટલાક મંત્રો અને શ્લોકોથી થાય, તો તેનાથી સારું કંઈ હોઈ શકે નહીં. આ માત્ર બાળકોને આધ્યાત્મિકતા સાથે જોડવાનો એક માર્ગ જ નથી પણ તેમનામાં મેન્ટલ ક્લેરિટી લાવવાનો પણ એક સારો વિકલ્પ છે. તો ચાલો જાણીએ આ મંત્રો વિશે.
ગાયત્રી મંત્રથી કરો દિવસની શરુઆત
દિવસની સારી શરુઆત માટે તમે બાળકોમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાની આદત પાડી શકો છો. ગાયત્રી મંત્ર સૌથી પ્રાચીન અને શક્તિશાળી મંત્રોમાંથી એક છે. ઘણી શાળાઓમાં, પ્રાર્થના સમયે પણ બાળકો પાસે ગાયત્રી મંત્રનો જાપ કરાવવામાં આવે છે. વાસ્તવમાં ધાર્મિક મહત્ત્વ ઉપરાંત તેના ઘણા વૈજ્ઞાનિક લાભ પણ છે. દરરોજ ધ્યાન કરતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બાળકોની એકાગ્રતા, ધ્યાન અને યાદશક્તિમાં વધારો થાય છે. એવું કહેવાય છે કે આ મંત્રના વાઇબ્રેશન નર્વસ સિસ્ટમને પણ રિલેક્સ છે અને બાળકોમાં વધુ સારી માનસિક સ્પષ્ટતા વિકસાવવામાં મદદ કરે છે.
'ॐ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય।
મૃત્યોર્મા અમૃતં ગમય। ॐ શાંતિ: શાંતિ: શાંતિ: ।।'
આ ટૂંકી પ્રાર્થના અથવા શ્લોક, જે ઘણીવાર શાળાઓમાં ગવાય છે, તે બૃહદારણ્યક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. શ્લોકનો સાર એ છે કે, હે ભગવાન, અમને અસત(અજ્ઞાન)થી સત(જ્ઞાન) તરફ લઈ જાઓ. જો બાળકો દરરોજ આ શ્લોકને અર્થ સાથે વાંચે તો તેની તેમના મન પર સકારાત્મક અસર પડે છે. તેઓ આગળ વધવા અને સત્યના માર્ગ પર ચાલવાની માનસિકતા વિકસાવે છે.
આ પણ વાંચો: શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિના જાતકો, ધનલાભની સાથે પ્રેમ પણ મળશે
બાળકોને ગુરુ મંત્ર પણ અવશ્ય શીખવો
'ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.' આ શ્લોક આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વને દર્શાવે છે કે કેવી રીતે ગુરુનો દરજ્જો ભગવાન કરતાં પણ ઊંચો છે. ગુરુ એ છે જે તમને અજ્ઞાનથી જ્ઞાન તરફનો માર્ગ બતાવે છે. જ્યારે બાળકો આ વિચાર સાથે પોતાના દિવસની શરુઆત કરે છે, ત્યારે તેમના શિક્ષકો પ્રત્યે આદરની ભાવના વધે છે. આનાથી તેઓ પોતાના અભ્યાસમાં પણ વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
બાળકો પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવો
હનુમાન ચાલીસા શરુઆતમાં થોડી લાંબી લાગે છે, પરંતુ જો બાળક દરરોજ તેનો પાઠ કરે તો સમય જતાં તે નાની અને સરળ લાગવા લાગે છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બાળકમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા તો વધે જ છે, પણ આ સાથે જ તેમનામાં હિંમત, બહાદુરી અને બીજાઓ માટે કંઈક કરવાની ભાવના પણ વિકસે છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બાળકોનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર જોવા મળે છે.