Get The App

લૂથી બચવું હોય તો ઘરે બનાવો 3 ટેસ્ટી ડ્રિંક્સ, અંગ દઝાડતા તડકાની પણ અસર નહીં થાય!

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
લૂથી બચવું હોય તો ઘરે બનાવો 3 ટેસ્ટી ડ્રિંક્સ, અંગ દઝાડતા તડકાની પણ અસર નહીં થાય! 1 - image


Healthy summer drinks: મે મહિનો હવે શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગરમીએ પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરી લીધુ છે. કાળઝાળ ગરમી અને લૂ ના કારણે જીવન દયનીય બની ગયું છે. ઉનાળાના દિવસોમાં ફૂંકાતા ગરમ પવનને લૂ અથવા હીટવેવ (Heat wave) કહેવામાં આવે છે. લૂ દરેક માટે ખૂબ જ ખતરનાક હોય છે. ઘણી વખત લૂ ના કારણે ઉલ્ટી, ઝાડા, ચક્કર, ડિહાઈડ્રેશન, બેભાન થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ગરમીમાં તેનાથી બચવા માટે શરીરને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં તમારે તમારા ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે તમને કુદરતી રીતે લૂ થી બચવામાં મદદ કરે છે. અહીં અમે તમને 3 એવા ટેસ્ટી ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શરીરને લાંબા સમય સુધી ઠંડુ અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. ચાલો જાણીએ તેના વિશે.

ફુદીના આમ પન્ના (Pudina Aam Panna Recipe)

ડ્રિંક બનાવવા માટે જરૂરી સામગ્રી

બ્લેક સોલ્ટ- અડધી ચમચી

ગોળ- 3 ચમચી

કાચી કેરી- 2

જીરા પાઉડર- 1 ચમચી

ફુદીનાના પાન- 10

ઠંડુ પાણી- 3 કપ

બરફના ટુકટા

મીઠું સ્વાદ પ્રમાણે

આ પણ વાંચો: 'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી

ફુદીના આમ પન્ના રેસિપી

સૌથી પહેલા કાચી કેરી છોલી લો. તેને કાપીને તેના નાના-નાના ટુકડા કરી લો. પ્રેશર કુકરમાં પાણી અને કેરી નાખો અને 3 સીટી વાગે ત્યાં સુધી તેને પકવવું. આનાથી કેરીનો પલ્પ બનશે. કેરીના પલ્પમાં ખાંડ અથવા ગોળ, ફુદીનો, બ્લેક સોલ્ટ, સાદું મીઠું અને શેકેલું જીરું નાખો. પછી મિક્સરમાં થોડું પાણી ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવો. ત્યારબાદ આ જેટલા ગ્લાસ ડ્રિંક તૈયાર કરવાના હોય તેમાં 2-3 ચમચી આ પેસ્ટ નાખો. તેમાં ઠંડુ પાણી ઉમેરો. છેલ્લે બરફ નાખીને સર્વ કરો. જો તમે ઇચ્છો તો તેમાં બ્લેક સોલ્ટ અથવા ફુદીનાના પાન પણ ઉપરથી નાખી શકો છો.

બીલાનું શરબત

ડ્રિંક બનાવવા માટે જરૂરી સામગ્રી

બીલીનું ફળ- 1

ખાંડ- સ્વાદ પ્રમાણે

બ્લેક સોલ્ટ- અડધી ચમચી

બરફના ટુકડા

ઠંડુ પાણી- 2 કપ

બીલાના શરબતની રેસિપી

બીલાને તોડીને તેમાંથી તેનો પલ્પ કાઢો. તેમાં પાણી ઉમેરો. હવે તેને લગભગ 15 મિનિટ માટે છોડી દો, જેથી બંને સારી રીતે મિક્સ થઈ જાય. હવે પલ્પને હાથ અથવા ચમચીથી સારી રીતે મેશ કરો, જેથી તેનો રસ પાણીમાં ભળી જાય. તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરો. તે સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો. સ્વાદ માટે થોડું બ્લેક સોલ્ટ ઉમેરો. ગ્લાસમાં બરફ નાખીને ઠંડુ-ઠંડુ શરબત સર્વ કરો.

રોઝ શેક

શેક બનાવવા માટે જરૂરી સામગ્રી

દૂધ- 2 કપ

દહીં- 1 કપ

રોઝ સિરપ- 1 ચમચી

ખાંડ- 2 ચમચી

ચિયા સીડ્સ- 1 ચમચી

રોઝ શેક રેસિપી

એક મિક્સર જારમાં ઠંડુ દૂધ, ગુલાબ સિરપ, બરફ અને ખાંડ ઉમેરો. તેને સારી રીતે પીસી લો. લગભગ 30-40 સેકન્ડ સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી ફીણવાળું અને ઠંડુ શેક તૈયાર ન થાય. ત્યારબાદ તેને ગ્લાસમાં લઈ તેના ઉપર ચિયા સીડ્સ અથવા ગુલાબ નાંખો.

Tags :