માતા-પિતાની 3 ભૂલોના કારણે સંતાનો થાય છે દુઃખી, પેરેન્ટ્સને આ વાત જાણવી જરૂરી
Image:Freepik
નવી મુંબઇ,તા. 5 ડિસેમ્બર 2023, મંગળવાર
બાળકના સારા ઉછેર માટે તેમજ બાળક ભવિષ્યમાં સમજદાર અને સફળ વ્યક્તિ બને તે માટે દરેક માતા-પિતા પ્રયાસ કરે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે, બાળકો મોટા થઈને એકલા, ગુમસુમ કે દુઃખી રહેવા લાગે છે. શું તમે જાણો છો કે, આવું શા માટે થાય છે? આવું માતા-પિતા એ કરેલી ભૂલના કારણે થાય છે. આવી સ્થિતિમાં તે ભૂલો વિશે જાણી લો જે માતા-પિતા એ ટાળવી જોઈએ.
ફિલિંગ્સ વિશે વાત કરવાને બદલે ચૂપ રહેવું
ઘણીવાર બાળકો પોતાની લાગણી સમજી શકતા નથી. આવી સ્થિતિમાં તેમના ઈમોશન્સને સાંભળવા તેમના માટે મુશ્કેલ હોય છે. ત્યારે તેમને સમજાવો કે ઈમોશન્સ શું હોય છે, અને કોની સાથે પોતાના મનની વાતો કરવી યોગ્ય છે. તેમજ એ પણ સમજાવો કે કોને પોતાના જીવનમાં ન રાખવા સારા છે. જયારે બાળકો નેગેટિવ અને પોઝીટીવ લોકોના તફાવત વિશે જાણી લેશે ત્યારે તેઓ વધુ પડતા ઈમોશનલ નહીં થાય.
ખૂબ દબાણ
માતાપિતા ઘણીવાર બાળકો પર ઘણું દબાણ કરે છે. આ દબાણ અભ્યાસથી લઈને રમતગમત સુધીના વિષયો પર હોઈ શકે છે. આવી સ્થિતિમાં બાળક પોતાનું જીવન જીવવા કરતાં તેના માતા-પિતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વધુ ચિંતા કરે છે. ઘણી વખત આવા બાળકો મિત્રો પણ બનાવી શકતા નથી.
ખૂબ પ્રેમ
દરેક માતા-પિતા તેમના બાળકોને પ્રેમ અને પ્રેમથી ઉછેરે છે. જો કે વધુ પડતાં લાડથી બાળકો બગડી જાય છે. જે બાળકો વધુ પડતા લાડ લડાવતા હોય છે તેઓ મોટા થઈને બીજાઓ પાસેથી અપેક્ષા રાખે છે અને જ્યારે એવું થતું નથી, ત્યારે તેઓ દુઃખી થવા લાગે છે.