2023નું વર્ષ હાર્ટ હેલ્થ માટે રહ્યું ચેલેન્જિંગ, જાણો નવા વર્ષમાં કેવી રીતે રાખવું હૃદયનું ધ્યાન
નવી દિલ્હી,તા. 7 ડિસેમ્બર 2023,ગુરુવાર
ભારતમાં દર વર્ષે દર એક લાખમાંથી 272 લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે. જ્યારે વિશ્વની સરેરાશ 235 છે જે 10 લાખ છે. ફિલ્મ અને ટીવીની દુનિયામાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.આ વર્ષે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. 2023નું વર્ષ પતવામાં વે થોડા દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ વર્ષે નાના બાળકોથી લઇને મોટા અને વૃદ્વોમાં પણ હાર્ટ અટેકના કેસ જોવા મળ્યા હતા.
કઈ ઉંમરે હૃદય રોગ સૌથી સામાન્ય છે?
આ વર્ષે તમામ ઉંમરના લોકોમાં હૃદયરોગનો ખતરો જોવા મળ્યો હતો. ડીજે પર ડાન્સ કરતી વખતે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ કારણે મૃત્યુ પામ્યા છે અને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. પહેલાથી જ ક્રોનિક હાર્ટ પ્રોબ્લેમથી પીડિત લોકો માટે આ વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યું છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોનાની હાર્ટ પર પડેલી અસર અને ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે જોખમ વધી ગયું છે. આ વર્ષે ઘણા બાળકોમાં હૃદય રોગ પણ નોંધાયો છે. મોટાભાગની સમસ્યાઓ જન્મજાત હોવાનું જાણવા મળે છે.
સરકારને પણ ચેતવણી આપી
સરકારે વર્ષ 2023માં હ્રદયની બિમારીઓમાં થયેલા વધારા અંગે બધાને ચેતવણી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતે બેદરકાર ન રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો ગંભીર કોરોના રોગનો શિકાર બન્યા છે તેઓએ વધુ પડતું કામ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
માંડવિયાએ ગુજરાતમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ICMRના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19માંથી સાજા થયેલા યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે.
2024માં આ રીતે તમારા હૃદયની સંભાળ રાખો
હાર્ટ સ્પેશિયાલિસ્ટ કહે છે કે, કાર્ડિયાક હેલ્થની સમસ્યા ગંભીર છે. તેથી, વર્ષ 2024 માં, વ્યક્તિએ હૃદયના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હૃદયની સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેથી બેદરકારી સંપૂર્ણપણે ટાળવી જોઈએ. આ માટે, જીવનશૈલી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ફક્ત તંદુરસ્ત અને પૌષ્ટિક પ્લાન્ટ બેસ્ડ વસ્તુઓ જ ખાવી જોઈએ. બીપી-સ્ટ્રેસ પર કંટ્રોલ રાખવું જોઈએ. વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી જોઈએ.