Get The App

મેન્ટલી અને ફિઝિકલી એક્ટિવ રહેવા માટે દરરોજ કરો એક્સરસાઇઝ..!

Updated: Mar 15th, 2021


Google News
Google News
મેન્ટલી અને ફિઝિકલી એક્ટિવ રહેવા માટે દરરોજ કરો એક્સરસાઇઝ..! 1 - image

નવી દિલ્હી, તા. 15 માર્ચ 2021, સોમવાર 

દરરોજ એક્સરસાઇઝ કરવી આપણા સ્વાસ્થ માટે ખૂબ જ જરૂરી છે આ તો આપણે હંમેશાથી સાંભળ્યું છે. આ આપણા વજનને તો કંટ્રોલ કરે જ છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીય બીમારીઓને પણ દૂર રાખે છે. એવામાં તમે પોતાની વ્યસ્ત લાઇફના કારણે જો એક્સરસાઇઝ માટે સમય કાઢી શકતા નથી તો તેના વિશે વિચારવાની જરૂર છે. જો આજથી પણ પોતાની લાઇફ સ્ટાઇલમાં તમે થોડીક વાર માટે એક્સરસાઇઝને સામેલ કરો છો તો આ લાઇફ લૉન્ગ તમારા કામમાં આવશે. જાણો, દરરોજ એક્સરસાઇઝ કરવાથી તમને કયા 10 ફાયદા મળશે. 

1. મસલ્સને મજબૂત રાખવા માટે એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. આ શરીરમાં બ્લડ ફ્લોને પણ શ્રેષ્ઠ બનાવે છે, જેનાથી મગજ અને શરીર બંને સારી રીતે સક્રિય થઇને કામ કરે છે. બ્રેઇન સેલ્સ બનાવવામાં પણ આ મદદરૂપ થાય છે. 

2. હાર્ટ સાથે સંકળાયેલ પ્રોબ્લેમને પણ એક્સરસાઇઝ નિયંત્રિત રાખે છે. નિયમિત એક્સરસાઇઝથી હાઇ બ્લડ પ્રેશર 75 ટકા સુધી ઓછુ કરી શકાય છે. આ હાનિકારક કૉલેસ્ટ્રોલને ઓછું કરીને એચડીએલ કોલેસ્ટ્રોલ અથવા ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. 

3. બૉડીમાં બ્લડ શુગર લેવલ અને ઇન્સ્યુલિન લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ટાઇપ ટૂ ડાયાબિટીસને પણ આ કંટ્રોલ કરે છે. 

4. નિયમિત એક્સરસાઇઝ કરવાથી મેટાબૉલિક સિન્ડ્રોમને એક્સરસાઇઝ કંટ્રોલ કરે છે. આ કેલોરી બર્ન કરે છે, જેનાથી ઝડપથી વજન ઓછું થાય છે. 

5. આ ઉપરાંત એક્સરસાઇઝ તમારી વધતી ઉંમરની ગતિને ધીમી કરે છે અને તમે વધુ સમય સુધી જવાન રહી શકો છો. 

6. નિયમિત એક્સરસાઇઝની અસર એન્ટીડિપ્રેશન દવાની જેમ હોય છે. 

7. એક્સરસાઇઝ તમને બૉડી પેઇનથી છૂટકારો અપાવવામાં સહાયક છે. જો તમારી પીઠ, હાથ, પગમાં દુખાવો તથા ખેંચાણ રહે છે તો તમે એક્સરસાઇઝ દરરોજ કરો. 

8. એક્સરસાઇઝ દિવસભર તાજગી જાળવી રાખવા અને તમને આખો દિવસ ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે. 

9. નિયમિત એક્સરસાઇઝ તમને કેન્સરથી બચાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, તેનાથી કોલોન, લંગ, યૂટેરિન અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ પણ ઓછું થઇ શકે છે. 

10. નિયમિત એક્સરસાઇઝથી પુરુષો અને મહિલાઓની સેક્શુઅલ હેલ્થ પણ સારી રહે છે. કોઇ પણ ટિપ્સ અજમાવતા પહેલાં પોતાના હેલ્થ એક્સપર્ટ અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો. 

Tags :