શિયાળાનો પગરવઃ ગુલાબી ઠંડીનો અહેસાસ રાજ્યમાં નીચું તાપમાન નલિયા ૧પ.૪ ડિગ્રી
- દિવસ-રાત્રિના તાપમાનમાં ૧પથી ૧૯ ડિગ્રીનો તફાવત
- વાતાવરણીય વિષમતા વચ્ચે સૌથી ઉંચુ તાપમાન ભુજમાં ૩પ.૮ડિગ્રી
ભુજ,શનિવાર
કચ્છમાં લઘુત્તમ તાપમાનમા ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનો શરૃ થઈ ગયો છે. રાજ્યનું સૌથી નીચુ તાપમાન નલિયા ખાતે ૧પ.૪ ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ સૌથી ઉંચુ તાપમાન ભુજમાં ૩પ.૮ ડિગ્રી નોંધાતા વાતાવરણીય વિષમતા અનુભવાઈ રહી છે.
શિયાળાના આગમનાથી છડી પોકારતુ ંવાતાવરણ અનુભવાઈ રહ્યું છે. સંધ્યા વહેલી ઢળી રહી છે. મોડી રાત્રિાથી વહેલી સવાર સુાધી ઠંડીનો ચમકારો અનુભવાય છે. બપોરના સમયે તાપની અનુભૂતિાથી લોકો અકળાયા હતા. નલિયામાં એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧પ.૪ ડિગ્રી સે. નોંધાયું હતું. નલિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની ચમક અનુભવાઈ હતી. મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી નોંધાયું હતું.
દિવસ-રાત્રિના તાપમાનમાં ૧પાથી ૧૯ ડિગ્રીનો મોટો તફાવત નોંધાયો છે. કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન ૧૬.૯, કંડલા પોર્ટમાં ૧૯ અને ભુજમાં ર૦.૪ ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ભુજમાં ૩પ.૮ ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે તાપ અનુભવાયો હતો. વાતાવરણમાં ભુજનું પ્રમાણ સવારે પ૧ ટકા અને સાંજે ૧૯ ટકા રહ્યું હતું. પવનની દિશા ઉત્તર પૂર્વની અને ગતિ સરેરાશ પ્રતિ કલાક ૬ કિ.મી.ની રહી હતી.