પુંઅરેશ્વર મહાદેવનું મંદિરનું સમારકામ ક્યારે પૂર્ણ થશે
- શ્રાવણ મહિનો આવે છે ત્યારે ભાવિકોમાં સવાલ
-પ્રાચીન મંદિર ૨૦૦૧ ના ભૂકંપ પછી હજુ પણ જર્જરિત : પૂરાતત્વ વિભાગ કામ પૂર્ણ ન કરી શકે તો લોકો રિપેરીંગ કરવા તૈયાર
ભુજ, સોમવાર
નખત્રાણાથી અઢાર કિલોમીટરના અંતરે, નવમી સદીમાં નિર્માણ પામેલું પુઅરેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે.૨૦૦૧ ના ભૂકંપ પછી જર્જરિત થયેલ મંદિરના સમારકામ માટે વર્ષોથી કામ ચાલુ થવાની વાત કહેવામાં આવે છે પણ કામમાં કોઈ ઝડપ ન દેખાતા અનેક સવાલ ઉભા થવા પામ્યા છે. શ્રાવણ મહીનો આવે છે ત્યારે ભાવિકો સવાલ કરી રહ્યાં છે કે, મંદિરનું સમારકામ ક્યારે પૂર્ણ થશે.
અંદાજિત ૧૨૦૦ વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસમાં ડોકિયું કરીએ તો,નવમી સદીમાં રાવ પુંઅરા નામના મહારાજાએ બનાવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીનું સૃથાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાની લોકવાયકા ધરાવતું આ મંદિર કચ્છના હજારો લોકોની આસૃથા અને શ્રદ્ધાનું પ્રતીક છે.દંતકાથા (લોકકાથા) પ્રમાણે ઇ.સ.નવમી સદીનો બનેલો છે. તે વખતના નજીકના પદ્ધર ગઢના સૃથાપક રા-પુઅરા રાજાએ બનાવેલ તેાથી તેનું નામ પુઅરેશ્વર પડયું કહેવામાં આવે છે.
૨૦૦૧ માં ભુકંપની થપાટ ખાધા બાદ મંદિરની હાલત બે દાયકા બાદ પણ આ મંદિર જર્જરીત હાલતમાં અડીખમ ઉભું છે. શિવલિંગ ને કોઈપણ જાતનું નુકસાન થયેલ નાથી.સરકાર દ્વારા આ પૌરાણિક મંદિરને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ સમારકામ,કાળજી રાખવામાં કે જાળવણી લેવામાં આવતી ન હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે. આ મંદિર એકદમ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આજે તે અડીખમ ઉભું છે. નવમી સદી માં આ મંદિર બંધાવ્યું હતું.અને કાળક્રમે આ મંદિરનો લગભગ તમામ ભાગ જર્જરિત હાલતમાં થઈ ગયેલ છે. સરકાર દ્વારા આ મંદિરને પ્રવાસન સૃથળ તરીકે વિકસાવવાની જાહેર કરવામાં આવેલ છે. પણ કોઈ નક્કર પ્રયત્નો કરવામાં ન આવેલ હોવાથી આ જાહેરાત માત્ર કાગળ પર જ પ્રવાસન સૃથળ છે. લોકોના કહેવા મુજબ જો પુરાતત્વ વિભાગ ઝડપાથી કામગીરી ન કરાવી શકે તો લોકો સમારકામ કરાવશે તેમ જણાવી રહ્યા છે.આ મંદિર આસૃથાનું પ્રતીક છે.ત્યારે તંત્ર દયાન દોરે તે જરૃરી છે.