ભુજ વોર્ડ નંબર 11 ના કાઉન્સિલરની ઓફિસ વાડામાં ફાયરિંગ સાથે વાહનોમાં તોડફોડ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
ભુજ વોર્ડ નંબર 11 ના કાઉન્સિલરની ઓફિસ વાડામાં ફાયરિંગ સાથે વાહનોમાં તોડફોડ 1 - image


મકાન ખાલી કરવાની બે વર્ષ જુની વાતના મનદુથખે હુમલો કર્યો

આંતક મચાવનારા ૧૦ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે ૫ આરોપીઓને ઝડપી લીધા 

ભુજ: કચ્છમાં કાયદો વ્યવસ્થા સ્થિતિ કથળી ગઇ હોય તેવી ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે. ભુજ શહેરમાં હત્યા અને હિંસક હુમલાના બનાવો વધી રહ્યા છે. ભુજ શહેરના વોર્ડ નંબર ૧૧ના ભાજપના નગર સેવકની મુંદરા રોડ પર આવેલી ઓફિસ કમ વાડામાં ઘુસીને દસ જેટલા લોકોએ ફાયરિંગ સાથે ત્રણ ફોરવ્હીલર, બે મોપેડ તેમજ ઓફિસમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઇ ચકચાર પ્રસરી ગઇ હતી. જો કે, પોલીસે તપાસ કરીને હુમલો કરનારા પાંચ શખ્સની અટકાયત કરી લીધી હતી. 

સમગ્ર ઘટના ક્રમ આ મુજબ બન્યો હતો. મુંદરા રોડ પર ફાટેલ તળાવની પાળ તૂટી જતાં પાણી સોસાયટીમાં ઘુસ્યા હતા. ફરિયાદી નગર સેવક પાલિકાના સ્ટાફ સાથે સ્થળ પર ગયા હતા. ત્યાર બાદ સિલ્વરસીટીના ગેટ પાસે ચાની હોટલ ચા પીવા ગયા ત્યારે ઇકો ગાડીમાં બેઠેલા આરોપી જયવીરસિંહ દેવુભા જાડેજાએ ફરિયાદી સાથે આંખ કાઢવા મુદે માથાકુટ કરી હતી. ગાડીમાંથી ઝઘડો શરૂ કર્યો હતો. આસપાસ રહેલા લોકોએ છોડાવ્યા હતા. દરમિયાન આરોપીની ઇકો ગાડીમાં બેઠેલા રમેશ પાલાભાઇ વણકર નામ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેણે ધર્મેશ અને તેના ભાઇ કપીલે લાકડીથી હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાણવા જોગ નોંધાવી હતી. ત્યાર બાદ આરોપી મયુરસિંહ જાડેજાએ ફરિયાદીને ફોન પર ધમકી આપી હતી. અને રાત્રીના ફરિયાદીના સિલ્વરસીટીમાં આવેલી ઓફિસ અને વાડામાં જઇને ફાયરીંગ કરી હથિયારો વળે વાહનનોમાં તોડફોડ કરી હતી. ફરિયાદી ધર્મેશ રાજગોરે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા આરોપીઓ સિલ્વરસીટીમાં એક મકાન પર કબ્જો કરી રહ્યા હતા ત્યારે તેને સમજાવા ગયો હતો. તેમ બાબતનું મનદુથખ રાખીને હુમલો કર્યો હતો. બી ડિવિઝન પોલીસે નગર સેવક ધર્મેશ ગોરની ફરિયાદ પરથી જયવીરસિંહ દેવુભા જાડેજા, મયુરસિંહ દેવુભા જાડેજા, કિરણસિંહ કુલદીપસિંહ બાલુભા જાડેજા, દિગ્વીજયસિંહ મેરૂભા જાડેજા, ગઢવી અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને જયવીરસિંહ, મયુરસિંહ, કિરણસિંહ, કુલદીપસિંહ, દિગ્વીજયસિંહ નામના પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. બી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર બી.એલ.મોઢવાડીયાએ જણાવ્યું હતું. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે લાંબા સમયથી માથાકુટ ચાલતી હતી. અગાઉ માધાપર રહેતા ફરિયાદીના કૌટુબીક ભાઇ હિરેન ગાર સાથે આરોપીઓએ હુમલો કર્યો હતો. તેમજ આરોપીઓ મકાન પર કબ્જો કરતા હતા. ત્યારે ફરિયાદીએ ખાલી કરાવ્યું હતું. આમ આરોપી અને ફરિયાદી વચ્ચે બે વર્ષથી અદાવત ચાલતી હતી. જેમાં આરોપીઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.   

હુમલાનું કારણ શું પોલીસ હજુ અસ્પસ્ટ

હુમલો કરવાનું કારણ એ બાબતે હજુ પોલીસ ક્લીયર નથી એક ચર્ચા મકાનના કબજાની ચાલે છે. બે વર્ષ પહેલા ફરિયાદીના ભાઇ સાથે ડખાની ચાલે છે. બીજીતરફ રમેશ પાલાભાઇ વણકર નામના યુવાનને ધર્મેશ રાજગોરે માર માર્યો કે, કેમ રમેશ દાખલ થયો છે. એટલે પોલીસે કરવી પડશે જાહેરમા મારમાર્યો છે. અને આ જવીરસિંહ સહિતના આરોપીઓએ ધર્મેશ રાજગોરની ઓફિસ પર હુમલો કર્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે. જેના પરથી એવું ક્લીયરલી એવું થાય છે. કે, કચ્છનું મુખ્ય મથક ભુજ શહેરમાં કોર્પોરેટર કે, એની સામેનું ગ્પ બે માંથી એકેયના મનમાં કાયદાનો કોઇ જ ડર નથી બીજીતરફ બન્ને ઘટનાઓ એક ચાની કેબીન પાસે બની છે. લોકોમાં ભય ફેલાય એ પ્રકારની ઘટના જાહેરમાં બની હોય તો, લોકોમાં કાયદાનું અસ્તિત્વ છે. તેવો સામન્ય જનતાને અહેશાસ થાય એવી ખુલ્લી પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે.



Google NewsGoogle News