આદિપુરમાં નજીવી બાબતે ધિગાણું છરીનાં ઘા વાગતા બે યુવાન ઘાયલ
સામસામે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો
ગાંધીધામ: આદિપુરનાં વોર્ડ ૧-એ, વિસ્તારમાં આવેલી ગરબી ચોકમાં જુગાર રમતા બોલાચાલી થઇ હતી. જેમાં ૪ શખ્સોએ યુવાનને ધકબુસટનો મારમારી યુવાનને પેટનાં ભાગે છરીનો ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી બાજુ સામા પક્ષનાં શખ્સે યુવાન પર છરી વડે હુમલો કરી છરીનો ઘા મારતા ઈજાઓ થઇ હતી. સામસામે પોલીસ મથકે ૫ વિરુદ્ધ ગુનો નોંધાયો.
આદિપુરનાં બે વાડીમાં રહેતા દિનેશ કાનજીભાઈ બારોટે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ગત ૨૬ ઓગસ્ટનાં રાત્રે ૮ વાગ્યાંનાં અરશામાં ફરિયાદી આદિપુરનાં ગરબી ચોકમાં આવ્યો હતો. જ્યાં જુગાર રમતા આરોપી પિન્ટુ અશોકભાઈ સીજુ અને ભાવેશ મારાજ સાથે બોલાચાલી થઇ હતી. જેમાં બે આરોપી સાથે મળી ફરિયાદીને ગાળો આપી ધકબુસટનો માર માર્યો હતો.જેમાં ફરિયાદીને આસપાસનાં લોકો વચ્ચે પડી છોડાવ્યો હતો અને ફરિયાદી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જે બાદ રાત્રે ૧૦ વાગ્યાંનાં અરસામાં ફરિયાદી આદિપુરની નવરાત્રી ચોકમાં પરત આવતા આરોપી પિન્ટુ અને ભાવેશ સાથે હિતેશ જગદીશભાઈ દેવરિયા તેમજ વીકી અશોકભાઈ સીજુએ ફરિયાદીને પકડી લીધો હતો અને આરોપી હિતેશે ફરિયાદીને તુ કેમ મારાં મિત્રો સાથે ઝગડો કરે છે કહી મારી નાખવાના ઇરાદે ફરિયાદીનાં પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ ચારે આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.તો બીજી બાજુ ધર્મેન્શ ઉર્ફે ભાવેશ અશોકભાઈ મારાજે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આદિપુરનાં બે વાડીમાં રહેતા આરોપી દિનેશ બારોટે ફરિયાદીને ધકબુસટનું માર મારી અને ફરિયાદીને પેટની જમણી બાજુ છરીનો ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.