Get The App

ભિરંડીયારા પાસે ઉભેલા ટેમ્પાને પાછળથી ટ્રેઇલરે ટકકર મારતાં બે સગા ભાઇઓનાં કરૃણ મોત

- કુરન પાસે અકસ્માતના બનાવમાં યુવાનના મોત પછી વધુ એક અકસ્માત

- રોડની સાઇડમાં ટેમ્પા નીચે ટોચન કામગીરી ચાલુ હતી ને, અકસ્માત સર્જાયો : ૩ ઘવાયા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ભિરંડીયારા પાસે ઉભેલા ટેમ્પાને પાછળથી ટ્રેઇલરે ટકકર મારતાં બે સગા ભાઇઓનાં કરૃણ મોત 1 - image

ભુજ, શુક્રવાર

ખાવડાના કુરન પાસે બે દિવસ પહેલા બે વાહનોના અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યાનો બનાવ હજુ તાજોજ છે ત્યાં ગુરૃવારે રાત્રે ભીરંડીયારા ટોલનાકા પાસે ઉભેલા ટેમ્પોને પાછળાથી ટ્રેઈલર ચાલકે ટક્કર મારતા બે સગા ભાઇઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોને વતી ઓછી ઇજાઓ પહોંચી હતી. 

ખાવડા પોલીસ માથકેમાં ભુજ તાલુકાના સાડઇ ગામે રહેતા સોભાધાર જુમા હાલેપોત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૃવારે રાત્રીના સાડા નવ વાગ્યે તેમજના ભાણેજ મુસ્તાક મામદ માસુક હાલેપોત્રા (ઉ.વ.૩૫)નો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ભુજાથી પોતાના કબજાના ટેમ્પામાં ખળ-ભૂસો ભરીને આવતો હતો ત્યારે ભીરંડિયારા ટોલનાકા પાસે ટેમ્પો ખરાબ થઇ ગયો છે. ભીરંડીયારા ટોલનાકા પાસે રોડની સાઇડમાં ટેમ્પામાં પાકગ લાઇટ ચાલુ રાખીને ઉભો રાખ્યો છે. તમે ટોર્ચન કરવા આવો જેાથી ફરિયાદી તાથા નઝીર રાજપાલ બન્ને જણાઓ બોલેરો જીપ લઇને સૃથળ પર ગયા હતા. તે સમયે શેરખાન ખેરમામદ હાલેપોત્રા બાઈક લઇને આવ્યો હતો. ટેમ્પા પાસે ફરિયાદીના ભાણેજ મુસ્તાક અને ગુલામ મામદ માસુક હાલેપોત્રા (ઉ.વ.૨૪) બન્ને જણાઓ ઉભા હતા. દરમિયાન અમો સૌ ટેમ્પાની આગળ ટોર્ચન કરવા માટે પીન લગાવવા નીચે બેસીને કામ કરતા હતા ત્યારે અચાનક ટેમ્પાની પાછળાથી પુરપાટ ઝડપે આવેલી ટ્રેલરે ટકકર મારતાં મુસ્તાક અને ગુલામ બે ભાઇઓ પર ટેમ્પોના આગળના વ્હીલના જોટા ફરી વળ્યા હતા. અને ફરિયાદી ફરિયાદી ટેમ્પાની વચ્ચેના ભાગે હોઇ ફરિયાદી અને અન્ય બે વ્યક્તિઓને ઓછી વતી ઇજાઓ પહોંચી હતી. આસપાસાથી લોકો દોડી આવ્યા હતા. અને બે ભાઇઓને બેભાન અવસૃથામાં હતા. જેમાં ગુલામનું સૃથળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મુસ્તાકને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદી તેમજ સોયબ જુમા હાલેપોત્રા, અને શેખરખાન હાલેપોત્રાને ઇજાઓ હોવાથી સારવાર માટે દાખલ કરાયા હતા. ખાવડા પોલીસે ટ્રેઇલરના ચાલક વિરૃાધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News