આડેસર ચેક પોસ્ટ પર કારમાંથી શરાબની 121 બોટલ સાથે બે ઝડપાયા
પલાસવા નજીક બાવળોની ઝાડીમાં શરાબની ૩૫ બોટલ અને બિયરનાં ૨૩૦ ટીન સાથે બે ઝડપાયા
ગાંધીધામ: કચ્છનાં પ્રવેશદ્વારા એવા આડેસર પોલીસ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે કારની ડેકીમાં વિદેશી શરાબની ૧૨૧ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે શરાબ સાથે બે મોબાઈલ ફોન અને કાર સહીત કુલ ૩.૦૩ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ પોલીસે પલાસવા નજીક નર્મદા કેનાલનાં પુલીયા પાસે બાવળોની જાડીમાં વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા બે શખ્સોને શરાબની ૩૫ બોટલ અને બિયરનાં ૨૪૦ ટીન સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે એક આરોપી પોલીસને હાથ આવ્યો ન હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહનોની ચેકીંગ દરમિયાન આડેસર પોલીસને સફળતા મળી હતી. જેમાં પોલીસે સફેદ કલરની કાર નં આરજે ૧૯ સીએ ૮૦૭૮ માં ચેક કરતા તેમાંથી કારની ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૧૨૧ બોટલો જેની કિંમત રૂ. ૪૨,૩૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી જબ્બરસિંઘ છેલસિંઘ રાજપુત અને અર્જુનસિંહ તેજસિંહ પુરોહિત (રહે. બન્ને બાલોત્રા રાજસ્થાન)ને પોલીસે ઝડપી પડયા હતા. બે આરોપી પાસે થી કાર સાથે બે મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૩,૦૩,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે આરોપી છગનભાઈ દેવાસી (રહે. બાલોત્રા રાજસ્થાન) પોલીસને હાથ આવ્યો ન હતો. જેથી પોલીસે વિદેશી શરાબનો જથ્થો મંગાવનાર સહીત કુલ ૪ વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં બાકી બે આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ આડેસર પોલીસે બાતમી આધારે પલાસવા થી ભીમાસર જતા રોડ નજીક આવેલી નર્મદાની કેનાલનાં પુલીયા પાસે બાવળોની ઝાડીમાં દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે બે આરોપી અરવિંદભાઈ વેલાભાઈ ગોયલ અને મેધાભાઈ વણવીરભાઈ જોગુ (રહે. બન્ને પલાસવા રાપર)ને ભારતીય બનાવટની વિદેશી શરાબની ૩૫ બોટલ અને બિયરનાં ૨૪૦ ટીન જેની કુલ કિંમત રૂ. ૩૦,૧૨૫ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી પલાસવા રહેતો આરોપી બકુલ ભરવાડ પોલીસને હાથ આવ્યો ન હતો. જેથી પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.