મુંદરાના વડાલા હાઇવે ઉપર બે કાર અથડાઈઃ બે સુપરવાઈઝરના મૃત્યુ
- મુંદરા પાલિકાના બે કર્મચારીના અકાળે મૃત્યુથી શોક
- આદિપુર અને કિડાણામાં રહેતાં રવિગીરી ગોસ્વામી અને મયૂર સોલંકી મુંદરા પાલિકામાં થોડા સમયથી જોડાયાં હતાં
ભુજ, શનિવાર
મુંદરા તાલુકાના વડાલા હાઇવે માર્ગ પર શુક્રવારે રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં બે કાર સામ-સામે આૃથડાતાં આદિપુર અને કિડાણાના બે આશાસ્પદ યુવાનોના ઘટના સૃથળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મયૂર સોલંકી અને રવિગીરી ગોસ્વામી નામના બે યુવકો થોડા સમયાથી મુંદરા પાલિકામાં સુપરવાઈઝર તરીકે જોડાયાં હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલી છે. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
શુક્રવારે રાત્રે નવ વાગ્યાના અરસામા મુંદરા - વડાલા રોડ પર પાંજરાપોળ નજીક બન્યો હતો. ક્રેટા કાર અને અલ્ટો કાર સામ સામે ધડાકાભેર ભટકાઇ હતી. જેમાં આદિપુરના ૨૯ વર્ષીય રવિગીરી ધીરૃગીરી ગોસ્વામી તાથા ૨૬ વર્ષીય મયુર ચંદુભાઇ સોલંકી રહે કિડાણાને ગંભીર ઇજાઓ થવા તાત્કાલિક સારવાર આૃર્થે મુંદરા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર પહેલાં જ બન્ને યુવાનોએ દમ તોડયો હતો. ઘટના અંગે મૃતક રવિગીરીના ભાઈ જયપાલગીરી ગૌસ્વામીએ મુન્દ્રા મરિન પોલીસ માથકે ક્રેટા કારના ચાલક વિરૃાધ ગુનો નોંધાવ્યો હતો. મુન્દ્રા મરિન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસનિશ, પી.એસ. આઈ. નિર્મલસિંહ જાડેજાની પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો મુજબ, મૃતકો રવિગીરી ગોસ્વામી અને મયૂર સોલંકી થોડા સમય પહેલાં જ મુન્દ્રા નગરપાલિકામાં સુપરવાઈઝર તરીકે જોડાયાં હતાં. બન્ને મિત્રો કોઈ કામસર કારમાં ગયાં હતાં અને પરત ફરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં બન્નેના મૃત્યુ નિપજ્યાં છે. બે આશાસ્પદ યુવકોના મૃત્યુાથી શોક છવાયો છે.