વેપારીઓને રાહત : કચ્છમાં હવેથી દુકાનો સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
- રાત્રિના ૯થી સવારના ૫ વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યૂ
- સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્ટેડીયમ ચાલુ કરવાની છુટ મળી, વધારે પ્રમાણમાં પ્રેક્ષકો ભેગા નહીં કરી શકાય
ભુજ, રવિવાર
લોકડાઉન-૫માં વેપારીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને સમયની રખાયેલી પ્રતિબંધ હટાવી લેવાયો છે. હવેાથી સરકારની ગાઈડલાઈન મુજબ વેપારીઓ પોતાની દુકાનો સવારના ૮ થી સાંજના ૯ વાગ્યા સુાધી ખુલ્લી રાખી શકશે. બીજીતરફ મંદિરોના દ્વાર ખોલવા પરવાનગી મળતા લોકોમાં ખુશી ફેલાઈ હતી.
કચ્છ કલેકટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ જિલ્લામાં સવારના ૫ થી રાત્રે ૯ વાગ્યા પછી કફર્યુંની સિૃથતી રહેશે. આ સમય સિવાય જો કોઈ ઘર બહાર રહેશે તો તેના પર કડક કાર્યવાહી કરાશે. જ્યારે કન્ટેનમેન્ટ તાથા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુાધી અને પાલિકા બહારના વિસ્તારમાં સવારે ૮ થી સાંજે ૮ વાગ્યા સુાધી આિાર્થક પ્રવૃત્તિઓ, વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. અપવાદ તરીકે મેડીકલ સ્ટોર અને દુાધ પાર્લરને ઉક્ત સમયનો પ્રતિબંધ લાગુ પડશે નહી. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે ૭ થી સાંજ ૭ કલાક સુાધી આવશ્યક સેવા અને જરૃરીયાતની ચીજોનું વેચાણ કરી શકાશે.પરંતુ અહીં રહેતા લોકો, શ્રમિકો, દુકાનદારો કન્ટેનમેન્ટ ઝોનની બહાર જઈ શકશે નહી. લોકોની હેલૃથ તાથા મનોરંજનને નજરમાં રાખીને ક્ચ્છમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્ટીડીયા ચાલુ કરવા મંજુરી અપાઈ છે. જો કે, મોટા પ્રમાણમાં પ્રેક્ષકો કે લોકો ભેગા થઈ શકશે નહી.સીટી બસ ૬૦ ટકાની કેપેસીટી સાથે ચાલુ થઈ શકશે. ટુ- વ્હીલરમાં હવેાથી બે વ્યકિત તાથા રીક્ષામાં ડ્રાઈવર સિવાય બે મુસાફર અવરજવર કરી શકશે. લોકડાઉન-૫માં લગ્ન કે મરણપ્રસંગે નક્કી કરેલા વ્યક્તિઓની મર્યાદામાં કોઈ છુટ અપાઈ નાથી. લગ્નમાં ૫૦ તાથા મરણમાં ૨૦ વ્યકિતઓની હાજરી યાથાવત રખાઈ છે. તંત્રે તમામ ધાર્મિક સૃથળો સામાજિક અંતરના પાલન સાથે ખુલ્લા રાખવા પરવાનગી આપી છે. જો કે સમારોહ તાથા મેળાવડાઓ યોજી શકાશે નહી.