બે વર્ષ બાદ ફરી એક વખત રણોત્સવ મહાલવા આવતા ગુજરાતના પ્રવાસીઓ

- નોટબંધી, મોંઘવારી અને કોરોનાના કારણે પ્રવાસન સ્થળો સુના પડયા હતા

- જયાં દરિયો પણ હોય અને રણ પણ હોય તો આવી જગ્યા ગુજરાતમાં જ છે અને તે જગ્યા છે કચ્છ

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
બે વર્ષ બાદ ફરી એક વખત રણોત્સવ મહાલવા આવતા ગુજરાતના પ્રવાસીઓ 1 - image

ભુજ,રવિવાર

શિયાળાની શરૃઆત થઈ ગઈ છે. શિયાળો એટલે હરવા-ફરવાની સીઝન. આ ઋતુમાં ગુજરાતીઓ કોઈ હિલ સ્ટેશન પર જવાના બદલે રણ પ્રદેશ કે દરિયા કિનારાના સૃથળોએ ફરવા  જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે, દિવાળી વેકેશનની રજાઓ કચ્છના ધોરડો ખાતે આવેલા રણોત્સવમાં ગાળવાનું ગુજરાતભરના પ્રવાસીઓ પસંદ કરતા હોય છે. ત્યારે, છેલ્લા બે વર્ષાથી કોરોનાની મહામારીના કારણે પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ શકતા ન હતા પરંતુ આ વર્ષે કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો અને સરકારે આપેલી છુટછાટના કારણે રણોત્સવ મહાલવા આવતા પ્રવાસીઓમાં વાધારો નોંધાયો છે.

દિવાળીની રજાઓ સાથે જ પ્રવાસીઓ ઉમટતા હોટલ, હેન્ડીક્રાફટ અને ટુર્સ-ટ્રાવેલ્સ સહિતના ધંધાર્થીઓને બમણી આવક થવા માંડી

જયાં દરિયો પણ હોય અને રણ પણ હોય તો આવી જગ્યા ગુજરાતમાં જ છે અને તે જગ્યા છે કચ્છ. કચ્છમાં સફેદ રણની સાથે જ માંડવીનો સુંદર દરિયો પણ છે. કચ્છ સંપૂર્ણ ફરવા માટે ત્રણાથી ચાર દિવસનો સમય જોઈએ. ત્યારે, રણોત્સવ મહાલવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વાધારો થતો હતો પરંતુ નોટબંધી, મોંઘવારી સહિતના કારણોને લઈને પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયેલ. તેવામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ખુલ્લુ મુકાતા ગુજરાતભરના પ્રવાસીઓનો સફેદ રણ તરફનો પ્રેમ ઓસરી ગયો હતો. આ વચ્ચે કોરોનાએ દસ્તક દેતા છેલ્લા બે વર્ષાથી રણોત્સવ મહાલવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો. 

જો કે, આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડાના કારણે સરકારે છુટછાટ આપી હોવાથી ગુજરાતભરના પ્રવાસીઓ હરવા ફરવાના સૃથળોએ દિવાળીની રજાઓમાં જ ઉમટી પડયા છે. જેમાં કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વાધારો નોંધાયો છે. અગાઉ પાંચેક વર્ષ પહેલા જે પ્રવાસીઓની હાજરી નોંધાતી હતી તેવી જ હાજરી હાલમાં પણ જોવા મળી રહી છે. કચ્છ આવતા પ્રવાસીઓ રણોત્સવ ઉપરાંત માંડવી બીચ, નારાયણ સરોવર, માતાના મઢ, ભુજમાં નુતન સ્વામિનારાયણ મંદિર, આઈના મહેલ, કચ્છ મ્યુઝીયમ, પ્રાગમહેલ, નળ સરોવર, લખપત કિલ્લો, નિરોણા, હોડકો, અંબેાધામ, ૭૨ જિનાલય, શ્યામજી કૃષ્ણવર્મા તિાર્થ, વિજય વિલાસ માંડવી, કાળો ડુંગર, છારી ઢંઢ સહિતના સૃથળોની મુલાકાત લેતા હોય છે.

કચ્છમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વાધારો નોંધાતા હેન્ડીક્રાફટ, હોટલ ઉાધોગ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સહિતના ધંધાર્થીઓને પણ આવક મળતી થઈ છે. દિવાળીની રજાઓની શરૃઆતે જ પ્રવાસી વર્ગ કચ્છમાં ઉમટી રહ્યો છે. હજુ પણ શિયાળાનો પ્રારંભ છે ત્યારે આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વાધારો થશે.


Google NewsGoogle News