મેઘપર બોરિચીમાં મુન્દ્રાનાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો
લાકડાનાં ધોકા અને ધારદાર હથિયાર વડે માથાનાં ભાગે મારી ઈજાઓ પહોંચાડી, છોડાવવા વચ્ચે પડતા મિત્રને પણ ઢીબી નાખ્યો
મુન્દ્રામાં ગીતા હોસ્પિટલ પાછળ રહેતા મેહુલ વિષ્ણુભાઈ મારાજે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, મેઘપર બોરીચીમાં ભક્તિધામ રહેતી ફરિયાદીની ગર્લફ્રેઈન્ડને હોટલમાં જમવાનું પાર્સલ કરી આપવા ગયો હતો. જેમાં પરત ફરતી વખતે સોસાયટી માંજ
ત્રણ શખ્સો ડેવિડ ગેલ્ન કેલન, કોલીન મોરેસ કેલન અને જીમિ આયવેન મેલવેન (રહે. ભક્તિધામ સોસાયટી મેઘપર બોરીચી) એક સંપ કરી ફરિયાદીને જાતિ સૂચક શબ્દો બોલી ગાળો આપી અને ફરિયાદી પર ધોકા અને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય શખ્સો સાથે મળી ફરિયાદીનાં માથાનાં ભાગે ધોકા મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા ફરિયાદીનાં મિત્ર વિવેક ઉર્ફે વિવાનને પણ માર મારી છાતીનાં ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.