ભુજોડી પાસે વીજ કચેરીમાંથી વાયર, લોખંડના ભંગારની ચોરીઃ ત્રણ પકડાયા
- એલસીબીએ તસ્કરોના કબજામાંથી રૃપિયા ૧ લાખ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
ભુજ, સોમવાર
ભુજ તાલુકાના ભુજોડી ગામ પાસે આવેલી પીજીવીસીએલ ની કચેરીના કંપાઉન્ડમાંથી વાયરો અને લોખંડના એંગલો સહિતના ભંગારની ચોરીના કેસમાં ત્રણ તસ્કરોને ઝડપી પાડી રૃપિયા ૧.૯૦ લાખનો મુદામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
એલસીબીની ટીમે ભુજ લખુરાઇ ચાર રસ્તા નજીક સલીમ નોડેના ભંગારના વાડામાં બાતમી પરાથી દરોડો પાડયો હતો. સૃથળ પરાથી પોલીસે ૧ હજાર કિલો એલ્યુનીયમના વાયરોના ટુકડા કિંમત રૃપિયા ૧.૫૦ લાખ તાથા ૧ હજાર કિલો લોખડના એંગલો તાથા ભંગાર કિંમત રૃપિયા ૪૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૯૦ લાખનો મુદામાલ કબજે કરી વાડામાં હાજર ઇસમ સનાઉલ્લા ગુલમામદ નોડે પાસે મુદામાલના અંગે કોઇ આાધાર પુરાવા ન હોવાથી પોલીસે પુછતાછ કરતાં આ માલ વેચવા અબ્દુલ રઝાક આદમ તાથા જયસુખ દોલાભાઇ વાઘેલા આપી ગયો હોવાનું જણાવતાં પોલીસે પલીસે અબ્દુલ રજાક આદમ કુંભારને પકડી પુછપરછ કરતાં આ વાયરો મામદ મોખાએ આપ્યા હોવાની કેફિયત આપી હતી. તેમજ જયસુખ દોલાભાઇ વાઘેલા સાથે મળીને ગત ૫ જુનની રાત્રે ભુજોડી નજીક આવેલી પી.જી.વી.સી.એલ.ની ઓફીસના બહાર ગ્રાઉન્ડમાંથી વાયરો અને લોંડના એંગલો તાથા ભંગારની ચોરી કરી હોવાની કબુલ્યું હતું. એલસીબીએ ચોરી કરનારા અને ચોરીનો માલ ખરીદનાર સહિત ત્રણેય વિરૃાધ આગળની કાર્યવાહી કરી છે.