માધાપરમાં માસુમ પુત્રીને માર મારનાર મહિલા હજુ પણ ફરાર
- બે વર્ષ પૂર્વેની ઘટના આજે બહાર આવી
ભુજ,રવિવાર
તાલુકાના માધાપરમાં બાળકીને ક્રૂરતા પૂર્વક માર મારવાની ઘટનામાં વિડિયો વાયરલ થયાના અંતે પતિએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનામાં આજે બીજા દિવસે પણ માર મારનાર મહિલાનો પતો પોલીસને મળવા પામ્યો નાથી.
આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ સોશ્યલ મિડિયામાં મહિલા તેની પુત્રીને ઘરે ભુલાથી તેલ ઢોળાવવાની બાબતમાં તાવીથાથી માર મારતી હતી તેમજ તેનું ગળું દબાવવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૃ કરી હતી. આ ઘટનામાં માધાપર ખાતે રહેતા મહિલાના પતિ રાહુલ જુમાભાઈ મહેશ્વરીએ ફરીયાદ નોંધાવી હતી જમાં તેઓએ તેની પત્ની પ્રિયંકાબેન સામે ૩૨૩ તેમજ કિશોર ન્યાય અિધનિયમ ૨૦૧૫ની કલમ ૭૫ મુજબ ફરીયાદ દાખલ કરાવી હતી. આ સમગ્ર કેસમાં રાહુલ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, તેઓના પ્રેમલગ્ન ૨૮-૧૦-૨૦૧૩ના રાજસૃથાનની પ્રિયંકાબેન સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન સંતાનમાં દિકરી સોમ્યા (ઉ.વ.૯) અને પુત્ર ધ્વેન (ઉ.વ.૪) નો જન્મ થયો હતો. પત્ની પ્રિયંકાને ૧૦ દિવસ પૂર્વે નોટરી લખાણ દ્વારા છુટાછેડા આપી દીધા છે. હાલ બન્ને સંતાનો પ્રિયંકા પાસે છે. ગઈકાલે સોશ્યલ મિડિયામાં વિડિયો વાયરલ થયો હતો. જે વિડિયો બે વર્ષ જુનો છે અને તે વિડિયો ખુદ રાહુલે જે તે વખતે બનાવ્યો હતો તેવું તેનું કહેવું છે.તેમની પત્ની માથાભારે હોવાથી અવારનવાર ઝઘડો કરીને માર મારતી હતી અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જે તે સમયે ઘર તુટે નહિં અને મનદુઃખ ન થાય તે માટે ફરીયાદ ન કરી હતી તેવું પોલીસ ફરીયાદમાં લખાવાયું છે. હાલ સમગ્ર ઘટનામાં રાહુલે એવો આક્ષેપ કર્યો છે કે, જ્યારાથી ફરીયાદ નોંધાવી છે ત્યારાથી તેની પત્ની અને તેની સાથેના બે સંતાનો ઘરે નાથી. હાલ તેણી ફરાર થઈ ગઈ છે. તેમના બે સંતાનો તેમની પાસે આવે તેવી માંગણી કરવામાં આવી છે. બીજી તરફ રાહુલને માતાએ પણ રડતા-રડતા કહ્યું હતું કે, બે સંતાનોનો કબજો તેમને સોપવામાં આવે જેાથી કરીને આવી કોઈ વાતનો ભોગ ન બને. આ સમગ્ર મામલે મહેશ્વરી સમાજના આગેવાન ધનસુખભાઈ મહેશ્વરીએ કહ્યું હતું કે, આ ઘટના સમાજ માટે ખુબ જ ગંભીર છે. આ રીતે જો સંતાનોને બેરહેમી રીતે માર મારવામાં આવે તે બાબત યોગ્ય નાથી. આ મહિલા સામે કાયદાકીય પગલા જરૃરી બની રહે છે.
તપાસ રાજસ્થાન તરફ ફંટાવાની શક્યતા
માધાપર પોલીસ માથકના તપાસનીસ નીરવભાઈ ડામોરના જણાવ્યા પ્રમાણે બાળકીને માર મારવાના કિસ્સામાં હજુ સુાધી મહિલાનો પતો મળવા પામ્યો નાથી. જોકે, આ કેસમાં મોબાઈલ ડિટેઈલ મેળવીને તપાસ ચાલી રહી છે. હાલમાં બે સંતાનો તેણી પાસે છે. ત્યારે પોલીસે પણ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને તપાસ શરૃ કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં તપાસ રાજસૃથાન તરફ લંબાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે માર મારનાર મહિલા મુળ રાજસૃથાનની વતની છે. જ્યાં પણ પોલીસ દ્વારા ટીમ મોકલવામાં આવે તેવી તૈયારી પણ હાથ ધરાઈ છે.