કુકમામાં અકસ્માત સર્જનાર એસ.ટી.નો ચાલક ગત વર્ષે જ નોકરીએ લાગ્યો હતો
- સારવારમાં યુવક અને પ્રૌઢના મોત થતાં મરણાંક ત્રણ, નવ ઘાયલ
- બસચાલક ભાણવડના કલ્પેશ મકવાણાની ધરપકડઃ બાઈકને ટક્કર પછી ગભરાટમાં બ્રેકના બદલે એકસિલરેટર દબાવી દીધું
ભુજ,ગુરૃવાર
ભુજ તાલુકાના કુકમા ગામે બુાધવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં ભુજ- રાપર રૃટની એસ.ટી. બસ બેકાબુ બનતા અનેક વાહન અને લોકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં બે વ્યકિતઓના મોત નિપજયા હતા. જયારે નવ લોકો ઘાયલ થયા હતા જે પૈકી વધુ એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજતા મરણાંક ૩ પર પહોંચ્યો છે. પોલીસે એસ.ટી.ના ચાલકની ધરપકડ કરી છે, ડ્રાઈવરે એવી કબુલાત આપી છે કે, ગભરાટમાં આવીને બ્રેકના બદલે ભુલાથી એકસિલેટર પર પગ દબાવી દીધો હતો.
ગત રોજ એસ.ટી.ની ટક્કરે બાઈક પર ચાલક પાછળ સવાર અંજારના ભંખરા ગામના મણિલાલ કારૃભાઈ મહેશ્વરી(૫૪)નું ઘટના સૃથળે મોત નિપજયુ હતુ જયારે ગઢશીશાના ઘાયલ યુવક આરીફ કાસમ ખલીફા(૨૩) એ મોડી રાત્રે દરમિયાન દમ તોડી દીધો હતો. આજે સવારે સારવાર દરમિયાન કુકમા ગામના બિપીન જેન્તીલાલ પરમાર(૫૨) એ દમ તોડી દેતા કુલ મરણાંક ૩ પર પહોંચ્યુ છે. આ બનાવમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
દરમિયાન, એક્સિડેન્ટ સર્જનાર ભાણવડના બસ ચાલક કલ્પેશ મકવાણાની પધૃધર પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યુ છે કે, બ્રેક નહિં લાગતા એક્સિડેન્ટ સર્જાયો હતો. જો કે, બસની મિકેનીકલ તપાસમાં બ્રેક બરાબર કામ કરતી હોવાનું એસ.ટી.વિભાગે જાહેર કર્યુ હતુ. આરોપીએ ગભરાટમાં આવીને બ્રેકના બદલે ભુલાથી એકસિલેટર દબાવી દેતા દુઘર્ટના સર્જાઈ હતી. એક વર્ષ અગાઉ આરોપી ડ્રાઈવર તરીકે નોકરી પર લાગ્યો હતો.
આ બનાવમાં પ્રભુલાલ ગાંગાભાઈ સંજોટ (રહે. કુકમા)વાળાને જમણા પગ અને જમણા પાસાના ભાગે ઈજાઓ પહોંચી હતી, ભુરા ખીમજીભાઈ ભાધરો (ઉ.વ.૨૧)નને જમણા ખભાના ભાગે, મનજી કાનજી મહેશ્વરી (ઉ.વ.૪૬) રહે. સીનુગ્રા)ન માથામાં, જમણા પગ તાથા સાથરના ભાગે, નરેશ પચાણ મહેશ્વરી (ઉ.વ.૩૪, રહે. મોટા રેહા)ને જમણા હાથ તાથા મોઢાના ભાગે સામાન્ય ઈજાઓ, પ્રકાશ ગોસ્વામી (ઉ.વ.૮) રહે. કુકમાને શરીરના ભાગે અને ઈમ્તીયાઝ રસીદ મેમણ (ઉ.વ.૨૫, રહે. માધાપર)વાળાને પીઠ તાથા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તો ભાવીક પ્રવીણભાઈ સોની (ઉ.વ.૩ર)ને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.