ભુજની બજારમાં ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો

- દિવાળીના પર્વને હવે બે જ દિવસ બાકી હોતા

- ફટાકડા, ડેકોરેશન, તોરણ-સ્વસ્તિક, દીવડા, રંગોળીના સ્ટીકરો-મુખવાસ માટે પડાપડી

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
ભુજની બજારમાં ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો 1 - image

ભુજ,સોમવાર

આગે અગિયારસ અને વાઘ બારસ બંને સાથે હતા. દિવાળીને હવે ગણતરીના બે દિવસ બાકી હોવાથી ભુજ સહિત કચ્છભરની બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે. 

ભુજની વાણિયાવાડ, અનમ રીંગ રોડ, છ્ઠી બારી રીંગ રોડ, મહેર અલી ચોક, શરાફ બજાર, ડાંડા બજાર હાઉસ ફુલ જોવા મળતા વેપારીઓના ચહેરા ઉપર તેજ જોવા મળ્યુ હતુ.છેલ્લા બે વર્ષાથી મંદીનો માર સહન કરી ગયેલા વેપારીઓએ આજે ખરીદીનો માહોલ જોઈ કમાઈ લેવાની દોટ મુકી હતી. ગારમેન્ટ, પગરખા બાદ બજારમાં હવે ફટાકડા, ડેકોરેશન, તોરણ-સ્વસ્તિક, દીવડા, રંગોળીના સ્ટીકરો-મુખવાસ માટે પડાપડી કરી રહ્યા છે. લોકોના ચહેરા ઉપર દિવાળીની ખરીદીનો ઉમંગ જોવા મળે છે. આવતીકાલે ધન તેરસના પણ જવેલર્સ બજારમાં કરોડો રૃપિયાના સોનાની ખરીદી થશે. 


Google NewsGoogle News