Get The App

ભદ્ર કુટુંબની યુવતીને સોશ્યલ મીડિયાથી ફસાવી, ધમકાવી શોષણ કરનાર ઝડપાયો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
ભદ્ર કુટુંબની યુવતીને સોશ્યલ મીડિયાથી ફસાવી, ધમકાવી શોષણ કરનાર ઝડપાયો 1 - image


પરણેલો વિધર્મી યુવક હોસ્ટેલમાં રહેતી યુવતીને ભગાડી ગયો હતો

યુવતીની પૂછપરછમાં અપહરણ, દુષ્કર્મની વિગતો ખુલીઃ આદિપુરના કિસ્સામાં ઊંડી તપાસ થાય તો 'લવ જેહાદ'ના બીજા પણ કિસ્સા પકડાય તેવી ચર્ચા

ભુજ: તાજેતરમાં આદિપુરની એક હોસ્ટેલમાંથી યુવતી ગાયબ થયાના પ્રકરણમાં આખરે તેને ભગાડી જનાર વિદ્યર્મી યુવક સામે દુષ્કર્મ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આદિપુર પોલીસે યુવકની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, સોશિયલ મીડિયાથી ફસાવ્યા બાદ યુવતી ફોન કરવાની ના પાડતી હતી તો તેની સાથે આરોપી દબાણ અને બળજબરીપૂર્વક વાત કરતો હતો. યુવતીને બદનામ કરવાની ધમકી આપી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, પરણેલો વિધર્મી યુવક હોસ્ટેલમાં રહેતી યુવતીને ભગાડી ગયો હતો અને મરજી વિરૂધ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ઊંડી તપાસ થાય તો લવ જેહારના બીજા કિસ્સા ખુલવાની ચર્ચા વેગવાન છે.

ગત ૨૬ તારીખે યુવતી આદિપુરની હોસ્ટેલમાંથી પોતાની બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળી હતી જો કે, તે સમયમર્યાદામાં પરત ફરી ન હતી. ત્યારબાદ બીજા દિવસે યુવતીના પિતાએ પોલીસ મથકે ગુમ નોંધ લખાવી હતી. જો કે, આ સમગ્ર કિસ્સામાં બીજા દિવસે યુવતી પરત ફરી હતી. તેને ભગાડી જનાર યુવક મુસ્લિમ હોવાનું બહાર આવ્યા બાદ યુવતીના નિવેદન અને પૂછપરછના અંતે ભુજ તાલુકાના કુનરીયા ગામના સોયબ કાસમ સુમરા (ઉ.વ.૨૨) સામે દુષ્કર્મ, અપહરણ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવા પામી છે. 

આ અંગે માહિતી આપતા પી.એસ.આઈ. બી.જી.ડાંગરે જણાવ્યું હતું કે, યુવકે સોશ્યિલ મીડિયાના માધ્યમથી યુવકનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેની સાથે સંબંધ કેળવીને પરેશાન કરી હતી. આ બનાવમાં આરોપીએ યુવતીને ફોન કર્યો હતો. પરંતુ યુવતીએ ફોન કરવાની ના પાડતા તેને બળજબરીપૂર્વક વાત કરવાની ધમકી આપી હતી. જો વાત નહિં કરે તો તેને બદનામ કરી દેવા કહ્યું હતું. ત્યારબાદ આદિપુર બસ સ્ટેશન આવીને યુવતીને પોતાની સાથે આવવું જ પડશે તેવી પણ ધમકી આપીને બળજબરીપૂર્વક બસમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયો હતો. યુવતીની મરજી વિરૂધ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. 

ગત રોજ આદિપુર પોલીસે યુવકને પકડી પાડીને તેની વિરૂધ્ધ જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કર્યો છે.


Google NewsGoogle News