પંજાબથી આવેલાં બે લબરમૂછિયાને લોકોએ ઝડપી લઈ પોલીસને સોંપ્યા
- ભુજમાં પોસ્ટઓફિસ સામે ભરબપોરે લૂંટનો પ્રયાસ
- વયસ્ક પિતા-પુત્રી પોસ્ટ ઓફિસમાંથી ૯૦ હજાર લઇને નીકળ્યા ને ધમધમતા વિસ્તારમાં બનાવ
૪૦ હજાર થેલામાંથી સેરવીને ત્રણ ચોર ભાગ્યા, એક સાગરિત પૈસા રિક્ષામાં ફેંકીને ભાગ્યો તો રિક્ષાચાલકે પિતા-પુત્રીને નાણાં પરત કર્યાં ઃ બે કિશોરને બાળસુધારણા ગૃહમાં મોકલાશે
ભુજ, ગુરૃવાર
પશ્ચિમ કચ્છમાં લૂંટ, ચોરી, ચીલઝડપ, હુમલાના બનાવો જાણે સામાન્ય બન્યો હોય તેમ રોજ બરો જ આવી ગુનાહિત પ્રવૃતિઓનો ભોળી આમ પ્રજા ભોગ બની રહી છે. ભુજ શહેરની પોસ્ટઓફીસમાંથી રૃપિયા ૯૦ હજાર રોકડા ઉપાડીને બહાર નીકળી રહેલા વયસ્ક પિતા અને તેમની પુત્ર સાથે લૂંટના પ્રયાસની ઘટના બની હતી. ત્રણ છોકરાઓએ આવી યુવતીના હાથમાં રહેલી થેલીમાંથી રૃપિયા ૪૦ હજાર લઇને ભાગ્યા હતા. જાહેર રોડ પર બનેલા બનાવાથી રાડા રાડ થતાં સામે ઉમેલા લોકોએ જાગૃતતા દાખવીને દોડીને બે યુવકોને ઝડપી લીધા હતા. જ્યારે એક ભાગી ગયેલા યુવકે રિક્ષામાં રૃપિયા ફેંકી દેતાં રિક્ષા ચાલકે વયસ્કને રૃપિયા પરત આપી દીધા હતા. પકડાયેલા બે યુવકોને લોકોએ પોલીસને હવાલે કર્યા હતા.
બી ડિવિઝન પોલીસ માથકેાથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગુરૃવારે બપોરે એક વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજ રહેતા ક્રિશ્ચિયન વયસ્ક પુરૃષ અને તેમની દિકરી બન્ને જણાઓ ભુજની પોસ્ટઓફિસમાંથી રૃપિયા ૯૦ હજાર ઉપાડીને બહાર નીકળી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રણાથી ચાર યુવકો સામે ધસી આવ્યા હતા. અને ધક્કામુકી કરીને યુવતીના હાથમાં રહેલી થેલીમાંથી રૃપિયા ૪૦ હજાર શેરવીને નાસી ગયા હતા. બનાવાથી યુવતી હેપતાઇ ગઇ હતી. અને તેણ પોતાની પાસે રહેલી થેલીમાંથી ૫૦૦ રૃપિયાની બે બન્ડલ ગાયબ હોવાથી આ યુવકો લઇ ગયા હોવાનું જણાતા ભોગબનાર પિતા-પુત્રીએ તેમની સાથે આવેલા જીગીશભાઇ રાસ્તેને વાત કરતાં જીગીશભાઇ સહિતના લોકો બહાર દોડયા હતા. અને બુમા બુમ કરી હતી. જેાથી સામે ઉભેલા લોકોએ જાગૃતતા દાખવીને ત્રણ પૈકી બે યુવકોને ઇન્દીરાબાઇ પાર્ક પાસેાથી ઝડપી લીધા હતા.
જ્યારે ત્રીજા યુવકે લૂંટેલા રૃપિયા ૪૦ હજાર એક રિક્ષામાં ફેંકીને નાસી ગયો હતો. રિક્ષા ચાલકે યુવતી અને તેમના પિતાને રૃપિયા પરત આપી દીધા હતા. પકડાયેલા બે યુવકોને મેાથી પાકી આપીને પોલીસને હવાલે કર્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ માથકના પીઆઇ આર.જે.ઠુમરે જણાવ્યું હતું કે, પકડાયેલા બે યુવકો સગીર વયના છે. અને તેઓ પંજાબ બાજુના છે. ચોરીના ઇરાદે પોસ્ટઓફિસ બાજુ આવ્યા હતા. તેઓએ કોઇ ગુનાને અંજામ આપ્યો છે. કે, નહીં અને તેમની સાથે અન્ય કેટલા જણા હતા. તે બાબતે કોઇ સહકાર આપવા નાથી અને સાચી હક્કીત જણાવતા નાથી બીજીતરફ જેમાના સાથે ઘટના બની છે. તેઓ ભુજના ક્રિશ્ચિયન પિતા-પુત્રીને રૃપિયા પરત મળી ગયા હોવાથી ફરિયાદ નોંધાવી નાથી હાલ પકડાયેલા બે કિશોરોને બાળ અદાલતમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.