મહત્તમ તાપમાનનો પારો એકથી દોઢ ડિગ્રી ઉંચકાયો : ગરમી અનુભવાઈ
- કંડલા પોર્ટ 38 ડિગ્રી સાથે રાજ્યનું મોખરાનું ગરમ મથક
ભુજ : દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહત્તમ તાપમાનમાં એકથી દોઢ ડિગ્રી જેટલો વધારો થતાં ગરમી અનુભવાઈ હતી. કંડલા પોર્ટ ૩૮ ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં ૩૭.પ ડિગ્રી, ભુજમાં ૩૭.૪ ડિગ્રી અને નલિયામાં ૩૭.ર ડિગ્રી નોંધાયું હતું. ચારેય મથકોનું લઘુત્તમ તાપમાન ર૩થી ર૬ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
કંડલા પોર્ટ ખાતે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સે. નોંધાયું હતું. કંડલા એરપોર્ટનું ગઈકાલની તુલનાએ એક ડિગ્રીના વધારા સાથે ૩૭.પ ડિગ્રી નોંધાયું હતું.
જિલ્લા મથક ભુજ ખાતે એક ડિગ્રીના વધારા સાથે ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતંુ. બપોરના સમયે આકરો તાપ અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭ર ટકા અને સાંજે ૩૦ ટકા નોંધાયું હતું. ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો. પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ ૪ કિ.મી.ની અને દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. નલિયામાં દોઢ ડિગ્રીના વધારા સાથે ૩૭.ર ડિગ્રી નોંધાયું હતું.